13 વર્ષે પણ ભરતી નહીં! ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં ફાર્માસિસ્ટની આટલી જગ્યાઓ ખાલી | મુંબઈ સમાચાર

13 વર્ષે પણ ભરતી નહીં! ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં ફાર્માસિસ્ટની આટલી જગ્યાઓ ખાલી

ગાંધીનગર: ગુજરાતમાં લાખો યુવાનો સરકારી નોકરીની ભરતી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ ખાલી સરકારી પદો સામે પુરતા પ્રમાણમાં ભરતી બહાર ના પડતા યુવાનોને લાંબી રાહ જોવી પડી રહી છે. ખાસ કરીને ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં જુનિયર ફાર્માસિસ્ટની કાયમી ભરતી છેલ્લા 13 વર્ષથી થઇ નથી, જેના કારણે કારણે 92% જગ્યાઓ ખાલી (Vacant post for junior pharmacist in Gujarat) પડી છે.

એક અખબારી અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યના ફાર્માસિસ્ટ બોર્ડે જુનિયર ફાર્માસિસ્ટની કાયમી ભરતી ન થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અહેવાલ મુજબ જુનિયર ફાર્માસિસ્ટના ખાલી પડેલા પદો પર કાયમી ભરતી કરવાને બદલે રાજ્ય સરકાર GMERS હોસ્પિટલોમાં કરાર હેઠળ કર્મચારીઓની ભરતી કરી રહી છે.

આટલા પદો ખાલી:
અહેવાલ મુજબ ગુજરાત મેડીકલ એજ્યુકેશન વિભાગમાં 205 માંથી 188 જગ્યાઓ એટલે કે લગભગ 92% જગ્યાઓ ખાલી છે, મેડીકલ સર્વિસ વિભાગમાં 458 માંથી 279 જગ્યાઓ એટલે કે લગભગ 61% જગ્યાઓ ખાલી છે. મેડીકલ હેલ્થ ડીપાર્ટમેન્ટમાં 458 માંથી 279 જગ્યાઓ એટલે કે 39% જગ્યાઓ ખાલી છે.

દર્દીઓને પડી રહી છે તફલીફ:
ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ બોર્ડના પદાધિકારીના જણાવ્યા મુજબ લાંબા સમયથી ચાલી આવતી આ અછતની સીધી અસર દર્દીઓની સારવાર પર પડી રહી છે. અહેવાલ મુજબ સ્ટાફની અછતને કારણે રાજ્યભરની સરકારી સિવિલ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, કમ્યુનીટી હેલ્થ સેન્ટર્સ (CHCs) અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (GMERS) હોસ્પિટલોમાં તકલીફ ઉભી થઇ શકે છે.

કાયમી ભરતી કેમ જરૂરી?
રાજ્ય સરકારના એક અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટ દ્વારા ભરતી કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટ પર ભરતી કરાયેલા કર્મચારીઓ સતત બદલાતા રહે છે અને પરિણામે, રાજ્ય સરકાર પાસેથી દવાઓ મેળવવા જેવા મહત્વપૂર્ણ કામો ખોરવાઈ જાય છે. જો આ જગ્યા માટે કાયમી સરકારી કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો કામ સરળતાથી થઇ શકે છે.

આપણ વાંચો:  દેશની રક્ષા કરતા જવાનો માટે 53 હજાર આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ મોકલી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button