ગાંધીનગર

ગુજરાતમાં જનગણના – સેન્સસની નવી વેબસાઈટ લોન્ચ થઈ, જાણો શું છે ખાસિયત

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/નું લોન્ચિંગ કર્યું હતું. ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઈટમાં મોર્ડન એલિમેન્ટ્સ, ઇઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.

New Census website
New Census website

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઈટનું લોન્ચિંગ કરતા કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગ લાઈનને સુસંગત છે. નવી વેબસાઈટ લોન્ચિંગથી એને વધુ બળ મળશે તેમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.

મુખ્ય પ્રધાને આ વખતે દેશની આગામી જનગણના 2027 અંતર્ગત પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે, નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત, સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે. તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સિપિરિયન્સ મળશે.

New Census website

રાજ્યના જનગણના નિયામક સુજલ મયાત્રાએ આ વેબસાઈટની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, આગામી 2027ની જનગણના માટે રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ મોબાઇલ એપ્સનો ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ જનગણના 2027ના પ્રિ-ટેસ્ટ માટે ગુજરાતના સુરત મહાનગરપાલિકાના 133 બ્લોક, દાહોદના દેવગઢબારિયા તાલુકાના 26 ગામોના 70 બ્લોક અને મોરબીના ટંકારા તાલુકાના 25 ગામોના 60 બ્લોક પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ કરાયેલા વિસ્તારોમાં જે પ્રિસ્ટેસ કામગીરી 10 થી 30 નવેમ્બર હાથ ધરાશે.

આપણ વાંચો:  પ્રભાસ પાટણમાં મેગા ડિમોલેશન, 5000 ચોરસ મીટર જમીન કરી દબાણમુક્ત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button