
અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી એક મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. મૃત મહિલા પોલીસ કર્મચારી અમદાવાદ શાહિબાગ ખાતે ફરજ બજાવી રહી હતી. આ બનાવની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ મહિલા પોલીસ કર્મચારીની નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા જેનાથી તેની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર મળી આવ્યો છે, જે બંધ આવી રહ્યો છે. પોલીસ હાલમાં પ્રેમ પ્રકરણના એંગલ ઉપર પણ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ પોસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળ્યાની જાણ થયા બાદ ગાંધીનગર શહેર પોલીસ અને એલસીબી (એલસીબી)ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. સૂત્રો પાપ્ત વિગતોમાં ચોંકાવનારી બાબત એ હતી કે મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો, જેને પગલે અનેક આશંકાઓ ઊભી થઈ છે. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાના એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર તપાસ હાથ ધરી છે.
ઘટનાની વધુ ગંભીર અને ટેકનિકલ રીતે તપાસ કરી શકાય તે માટે મોબાઇલ ફોરેન્સિક વાનને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસે દરેક એન્ગલથી તપાસ શરૂ કરી છે. જેમાં હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ શંકાસ્પદ કોણ છે કે નહીં, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો…ગાંધીનગરના નારદીપુરમાં ત્રણ યુવાનના રહસ્યમય મોત: રીલ બનાવવાનો પ્રયાસ કે આત્મહત્યા?