ગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોનાકાળમાં હાહાકાર મચાવનારા મ્યૂકરમાઈકોસિસની ફરી એન્ટ્રી, દર્દીની આંખ કાઢવી પડી

ગાંધીનગરઃ ગુજરાતાં કોરોનાકાળામાં હાહાકાર મચાવનારા મ્યૂક માઈકોસિસની ફરી એન્ટ્રી થઈ છે. ગાંધીનગરમાં આ રોગના લક્ષણ ધરાવતાં બે દર્દીને સિવિલ હૉસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જેમાં એક દર્દીની આંખ કાઢવી પડી હતી. ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં બે દર્દી મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે દાખલ થયા છે. બંને દર્દીને અનકંટ્રોલ ડાયાબિટીસ છે, જેને પગલે તેઓને ઝડપી અસર થઈ હોવાનું માનવામાં આવે છે.

આપણ વાંચો: ભારતમાં TBના દર્દીમાં થઈ રહેલા ઘટાડા પર WHOના રિપોર્ટ પર પીએમ મોદીએ શું કહ્યું? જાણો કેવા હોય છે આ રોગના લક્ષણો

કોરોના બાદ દેશમાં ઘણા રાજ્યોમાં બ્લેક ફંગના કેસો વધ્યા હતા. જેના પગલે ગુજરાતમાં તેને મહામારી જાહેર કરવામાં આવી હતી. તે સમયે સૌથી વધારે કેસ કોરોના દર્દીઓમાં જોવા મળ્યા હતા. બે વર્ષ બાદ ફરીથી ગાંધીનગરમાં મ્યૂકર માઈકોસિસે માથું ઊંચક્યું હોવાની સ્થિતિ છે.

15 દિવસ પહેલાં કડી વિસ્તારમાં 60 વર્ષીય વડીલને આંખ અને નાખના ભાગે સોજો ચઢી જતા હતા ભારે દુખાવો રહેતો હતો. ફંગસ ઝડપથી વધતી જતી હોવાથી આંખ વિભાગની તબીબી ટીમે ઓપરેશન કરીને આંખ અને તેની આજુબાજુનો ભાગ કાઢી નાખીને ફંગસને મગજ સુધી પહોંચતા અટકાવવામાં આવી હતી.

આપણ વાંચો: રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર, અમદાવાદમાં સૌથી વધુ Swine flu Case, જાણો શું છે આ રોગના લક્ષણ

આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલું ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોંચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.

આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે, આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે.

આપણ વાંચો: Breaking: મહારાષ્ટ્રનું પુણે વિચિત્ર રોગના ભરડામાંઃ એક સાથે 73

કેવા હોય છે લક્ષણો

આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સમયે ગુજરાત સહિત દેશભરમાં મ્યૂકરમાઈકોસિસે હાહાકાર મચાવ્યો હતો. ગાંધીનગર સિવિલમાં અંદાજે 68 દર્દી નોંધાયા હતા. જેમાંથી 8 દર્દીના મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button