ગાંધીનગર
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 86 કેદીઓને કરાશે જેલમુકત

ગાંધીનગર: સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 15મી ઓગષ્ટ, સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વધુ 86 કેદીઓ જેલમુક્ત થશે. રાજ્યની જેલોમાં સારો વ્યવહાર-વર્તણૂક રાખનાર પાત્રતા ધરાવતા કેદીઓને કેદમુક્ત કરવાના આ નિર્ણયથી આ કેદીઓને પોતાના પરિવાર સાથે જીવન જીવવાની નવી તક મળશે.
ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2023માં 103 કેદીઓ અને વર્ષ 2024માં 248 કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. જે પૈકી હાલ 86 કેદીઓ કેદ મુકત કરાયા છે. ગુજરાતમાં આ સાથે વર્ષ-2023 અને 2024 દરમિયાન કુલ 351 કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે.