ગાંધીનગર

ગુજરાત પોલીસમાં આવી રહી છે બમ્પર ભરતી, હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસમાં નવી 14507 નવી જગ્યાઓ માટે ચાલુ માસમાં ભરતીની જાહેરાત કરવામાં આવશે. જેમાં પીએસઆઈ, લોકરક્ષકમાં 13, 591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવશે. આ સાથે 12,500 યુવાનોએ જે પરીક્ષા આપી છે અને પાસ થયાં છે, તેમને પણ ટૂંક સમયમાં નિમણુક પત્ર આપી દેવામાં આવશે.

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભરતી અંગે કરી જાહેરાત

આ ભરતી અંગે જાણકારી આપતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, જે યુવાનો અત્યારે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યાં છે, તેમના માટે આ ઉત્તમ તક છે. ભરતી માટે સારામાં સારી વ્યવસ્થાઓ, ઝડપથી પરીક્ષા યોજાય તેવી વ્યવસ્થાઓ, સારી રીતે પરીક્ષા થઈ શકે, હકદારોની નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. વધુમાં કહ્યું કે, રાજ્યમાં સફળતા પૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના નિમણૂક પત્ર પણ ઝડપથી આપવામાં આવે છે.

4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત

ખાસ કરીને વાત કરવામાં આવે છે, છેલ્લી ભરતીમાં 12500 યુવાનોએ પરીક્ષા પાસ કરી છે અને તેઓ હવે નિમણૂકપત્ર એનાયત કરવામાં આવશે તેવી પણ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખયની છે કે, રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે.

આપણ વાંચો:  અમિત શાહે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં રજિસ્ટર વોલ પર શું લખ્યું?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button