ગાંધીનગર

ગુજરાતમાં ખાડાની ફરિયાદોનો ‘રાફડો’ ફાટ્યોઃ સરકારે કેટલી ફરિયાદનું નિરાકરણ કર્યું

ગાંધીનગર: રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એક્ટિવ અભિગમ દાખવ્યો છે.

રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે, જેના અનુસંધાનમાં હાલ આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે, પરંતુ રસ્તાઓ પરના ખાડાઓ દૂર કરવા મુદ્દે નાગરિકોએ પણ ફરિયાદો કરી છે. આ ફરિયાદો સંદર્ભે સરકાર પણ કામ કરી રહી છે, તેથી જાણીએ વિગતવાર અહેવાલ.

આપણ વાંચો: ચોટીલા નેશનલ હાઇવે બન્યો ‘ખાડા હાઇવે’: ખાડાઓને લઈને ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન

૩,૬૨૦ ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું

રાજ્ય સરકારે દાવો કર્યો છે કે માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 10,000 કરતાં વધુ નાગરિકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ એપ્લિકેશન થકી નાગરિકો દ્વારા કુલ ૩,૬૩૨ જેટલી ફરિયાદ કરવામાં આવી છે, જેમાંથી ૯૯.૬૬ ટકા સાથે ૩,૬૨૦ ફરિયાદનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે. જ્યારે બાકીની ૭ જેટલી ફરિયાદ પર કામગીરી પ્રગતિમાં છે.

આપણ વાંચો: Sion-Panvel highway પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

‘ગુજમાર્ગ’ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી

માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર રાજયમાં રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ અને અન્ય માળખાગત સુવિધાઓ અંગેની સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિભાગ દ્વારા ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જેના પર નાગરિકોને પોતાના વિસ્તારમાં પડતી સમસ્યાઓની જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: હમ સે જો ટકરાયેગા હૉસ્પિટલમેં જાયેગા: નેશનલ હાઇવેના ખાડાઓનો હુંકાર !!!

ગુજમાર્ગ એપ્લિકેશન પર કઈ ફરિયાદ થઈ શકે?

ગુજમાર્ગ એપ્લિકેશનમાં નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને નુકસાન કે અન્ય માળખાકીય સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી શકે છે.

આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત નોંધાવેલ ફરિયાદની સ્થિતિ-સ્ટેટસ શું છે તે પણ નાગરિકો આ એપ થકી તપાસી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button