ગુજરાતમાં ગયા વર્ષે 10.96 લાખ પરિવારને મળ્યાં વીજ જોડાણો

ગાંધીનગર: રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની કામગીરી અને વીજ માળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યું છે. વર્ષ 2024 સુધીમાં 10,96,581 જેટલા પરિવારોને ઘર વપરાશનાં વીજજોડાણો આપવામાં આવ્યા છે.
બજેટ સત્ર દરમિયાન આપી માહિતી
રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની કામગીરી અને વીજ માળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યું છે.
આપણ વાંચો: વીજ વિતરણ કંપનીનો એન્જિનિયર લાંચ લેતાં પકડાયો
જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, જ્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની પાંચમા ક્રમે આવે છે.
10.96 લાખ પરિવારોને મળ્યું વીજજોડાણ
રાજ્યમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ આપવામાં આવેલાં વીજ જોડાણો અંગેની વિગતો આપતાં જણાવ્યું કે વર્ષ 1997થી અમલી થયેલી આ યોજના હેઠળ ડિસેમ્બર, 2024 સુધીમાં રાજ્યમાં આશરે રૂ. 583.34 કરોડના ખર્ચે કુલ 10,96,581 જેટલા પરિવારોને ઘર વપરાશનાં વીજજોડાણો આપવામાં આવ્યા છે.
આપણ વાંચો: મહાવિતરણ વીજ ખરીદી વિવાદમાં: એક કંપનીની સગવડ માટે ટેન્ડરની શરતોમાં ફેરફારની ચર્ચા
કચ્છ જિલ્લામાં 1419 લાભાર્થીઓ મળ્યું જોડાણ
કચ્છ જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણની માહિતી આપતાં ઊર્જામંત્રીએ જણાવ્યું કે તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં જિલ્લાના વિવિધ તાલુકાના 1419 લાભાર્થીઓને કુલ રૂ.65.43 લાખના ખર્યે વીજજોડાણ આપવામાં આવ્યાં છે.
આ અંગે મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000 સુધીની વાર્ષિક આવક ધરાવતાં તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1,20,000 સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજજોડાણ મેળવી શકે છે.