ગાંધીનગર

Financial Managementમાં મોખરેઃ નાણાકીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત રાજ્ય સફળ

ગાંધીનગરઃ નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમ જ આર્થિક એન્જિન રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી સહિત ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવી રહ્યો છે. વધતા ખર્ચાઓ વચ્ચે પણ નાણાકીય ખાદ્યને નિયંત્રણમાં રાખવામાં ગુજરાત સરકાર સફળ રહી છે.

ગુજરાત સરકાર દ્વારા ઉંચો વૃદ્ધિદર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને વધુ વેગવાન બનાવવા તેમ જ મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૫ ટકાનો અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૦ ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: જો, બાળકનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત ઇચ્છતા હો તો આ યોજના તમારા માટે જ છે !

વર્ષ ર૦૦૫માં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજય સરકારે અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજયના ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં જાહેર દેવું ૨૭.૧૦ ટકાથી નીચે રહેવું જોઇએ. વર્ષ ૨૦૦૦-૦૧માં તે સમયનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકા હતું, જેમાં ઉત્તરોત્તર ઘટાડો લાવીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના સુધારેલા અંદાજોમાં ૧૫.૩૪ ટકા તેમ જ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજોમાં ૧૫.૨૭ ટકા સૂચવવામાં આવ્યું છે.

રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે COVID-19ના વર્ષને બાદ કરતા આ પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. GSDPના પ્રમાણમાં જાહેરદેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને છે, જે રાજ્ય સરકારનું યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન દર્શાવે છે.

ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમ, ૨૦૦૫ અનુસાર રાજ્યવિત્તીય ખાદ્યનું પ્રમાણ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (જીડીપી)ના ત્રણ ટકાની મર્યાદામાં રાખવાનું હોય છે. ગુજરાતે અસરકારક રાજવિત્તીય વ્યવસ્થાપન દ્વારા રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત રાખવામાં સફળતા મેળવી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યવિત્તીય ખાદ્ય માત્ર ૧.૮૬ ટકા અંદાજવામાં આવી છે.

આપણ વાંચો: ફાઈનાન્સના ફંડા: કરજની લેતી-દેતી વખતે શું ધ્યાનમાં રાખવું?

મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવાં પરનું વ્યાજ જે નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧માં ૨૫.૧૭ ટકા જેટલું ઊચું હતું તે ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧.૭૬ ટકા જેટલું થયું છે અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના સુધારેલ અંદાજ મુજબ આ પ્રમાણ ૧૧.૬૮ ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વગર વ્યાજની ૫૦ વર્ષના લાંબા સમયગાળાની લોન લેવામાં પણ ગુજરાત અગ્રેસર છે. ગત નાણાકીય વર્ષમાં ગુજરાત દ્વારા લેવામાં આવેલ કુલ જાહેર દેવામાંથી ૨૦ ટકા કરતાં પણ વધારે હિસ્સો આવી વગર વ્યાજની કે ઓછા દરની લોનનો છે. નાબાર્ડ દ્વારા ગ્રામીણ આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ માટે કન્સેશનલ દરે લોન આપવામાં આવે છે. આ ઓછા દરની લોન લેવામાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી અગ્રેસર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button