ગાંધીનગર

Gujarat માં બે વર્ષમાં ગેરકાયદે ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી, રૂપિયા 309.25 કરોડની વસુલાત

ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)કોઇપણ વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ અંગે ગુજરાત વિધાનસભા ગૃહમાં જવાબ આપતા ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેરકાયદે રીતે ખનીજના ખનન, વહન અને સંગ્રહના નિવારણ બાબતે રજુઆત અંગે તપાસ હાથ ધરી નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે 17.695 કેસ કરી રૂપિયા 309.25 કરોડની વસુલાત કરવામાં આવી છે.

આપણ વાંચો: કચ્છમાં ખનીજ ખનન પર ફ્લાઈંગ સ્ક્વૉડનાં દરોડા; વાહનો કર્યા જપ્ત…

મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં કુલ 779 કેસ

મંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં કુલ 779 કેસમાં રૂપિયા 816.73 લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં મહિસાગર જિલ્લામાં 154 કેસ કરી રૂપિયા 229.93 લાખની નોટીસ ઇસ્યુ કરાઈ છે તથા પંચમહાલ જિલ્લામાં કુલ 625 કેસ કરી 575.59 લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

આપણ વાંચો: Gujarat માં ગેરકાયદે ખનન સામે સરકારની લાલ આંખ, સુરેન્દ્રનગરમાં બે વર્ષમાં 165 કેસ કરી વસૂલાત કરાઇ…

બે વર્ષમાં ગેરકાયદે ખનન અંગે કુલ પાંચ કેસ નોંધાયા

આ ઉપરાંત મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં 30 લીઝમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરકાયદે ખનન અંગે કુલ પાંચ કેસ નોંધાયા છે. આ મંજૂર થયેલી લીઝમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ગેરકાયદે ખનન સામે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં આવે છે. આ પ્રકારના કેસમાં ગુનેગારો સામે પાસા તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીને કરોડોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button