શિક્ષણનો વ્યાપ વધ્યાના દાવાઓ વચ્ચે ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત ત્રીજા સ્થાને!
21 વર્ષના શાળા પ્રવેશોત્સવના પરપોટા

ગાંધીનગર: ખુદ ગુજરાત સરકારે જ જાહેર કરેલા અહેવાલથી રાજ્યના શિક્ષણના સ્તરને લઈને ગંભીર પ્રક્ષો ઊભા થયા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં થતો ડ્રોપ આઉટ રેશિયો જાહેર કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા અ અહેવાકલ મુજબ ધોરણ 9-10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 ટકા નોંધાયો છે. આ મુદે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યાં છે. 21 જેટલા પ્રવેશ ઉત્સવ અને શિક્ષણ વિભાગના દાવાઓ પોકળ સાબિત થયા છે.
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં થતો ડ્રોપ આઉટ રેશિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ આઠ બાદ 23.28% વિદ્યાર્થીઓ ધોરણ 9માં પ્રવેશ મેળવતા જ નથી.
આ મામલે કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં ડ્રોપ આઉટ રેશિયો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. જેથી શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓને દૂર કરીને સરકારે યોગ્ય પ્લાન સાથે આગળ વધવું જોઈએ.
આપણ વાંચો: ખેડૂતોને વીમો, યુવાનોને શિક્ષણ, મહિલાઓ સહાય” ઝારખંડમાં INDI ગઠબંધનની 7 ગેરેન્ટી
કોંગ્રેસ મીડિયા પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે ગુજરાત ડ્રોપ આઉટ રેશિયોમાં સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને છે. સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશ વધે ટે હેતુથી 21 પ્રવેશોત્સવ કરવામાં આવ્યા અને તેમાં કરોડોન રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ધોરણ 8 પછી 9 અને 10માં 23.01%નો છે. ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદમાં એક લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લીધું છે.
કોંગ્રેસે કહ્યું હતું કે ડ્રોપ આઉટ રેશિયો વધવાનું મૂળ કારણ બાળમજૂરી છે. પ્રાથમિક શાળાઓને તાળા મારવા ઉપરાંત માધ્યમિક શાળાઓનો તાલુકા સેન્ટર પર અભાવ હોવાથી પણ આ હાલત થઈ છે. આ ઉપરાંત શિક્ષકોની ખાલી જગ્યા અને વર્ગ ખંડમાં શિક્ષણના અભાવે પણ બાળકો અભ્યાસ કરી શકતા નથી. સરકારે ડ્રોપ રેશિયો ઘટાડવો હોય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઈ પાંચ વર્ષનો પ્લાન તૈયાર કરવો જોઈએ ત્યારે ડ્રોપ રેશિયો ઘટશે.