ગાંધીનગર

શિક્ષણ સહાયક ભરતી અંગે મોટા સમાચાર, શાળા પસંદગી પ્રક્રિયાની તારીખ જાહેર કરાઈ…

ગાંધીનગરઃ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-2024 અંગે મહત્વના સમાચાર આવ્યાં છે. આ શિક્ષણ સહાયક ભરતી-2024માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા (List-A) મુજબ તથા તારીખ 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આવતીકાલ તારીખ 10થી 12 ડિસેમ્બર, 2025 સુધીમાં શાળા પસંદગી આપી શકશે. જેથી 12 ડિસેમ્બર પહેલા શાળા પસંદગી કરી લેવાની રહેશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

12 ડિસેમ્બર પહેલા શાળા પસંદગી કરી લેવાની રહેશે

પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોએ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતાક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી આપી શકશે. તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, PMl-2માં સમાવિષ્ટ તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન શાળા પસંદગી બાદ તારીખ 27 જૂન, 2025ના રોજ મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર પ્રતિક્ષા યાદીના ઉમેદવારોની યાદી તારીખ 23 સપ્ટેમ્બર, 2025ના રોજ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય આપ્યો હતો

નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO.13456/2025ના સંદર્ભે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિની તારીખ 13 નવેમ્બર, 2025ની બેઠકમાં શિક્ષણ સહાયક ભરતી- 2024માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી થયેલ નથી તેવા ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવી તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને વિષયવાર-માધ્યમવાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2024ના આવા મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા ઉમેદવારોની યાદી (List-A) વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ઓનલાઈન શાળા ફાળવણી પત્ર મેળવવા માટે શું કરશો?

ઓનલાઈન શાળા ફાળવણી પત્ર મેળવવા માટે ઉમેદવારોએ ઓનલાઇન શાળા પસંદગી માટે સાઈટ પર લોગિંન થવાનું રહેશે. સરકારી માટે ઉમેદવાર વેબસાઈટ gsercની સાઈઠ પર જઈ Login for Higher Secondary Government_વિકલ્પ પસંદ કરવાનો રહેશે. બિનસરકારી અનુદાનિત માટે ઉમેદવાર વેબસાઈટ પર જઈ Login for Higher Secondary Grant-in-aid_વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ વિકલ્પ પસંદ કરી ખૂલેલ ચેકબોક્સમાં ઉમેદવારે પોતાનો ટાટ નંબર, જન્મતારીખ, પાસવર્ડ અને Captcha Code નાખીને લોગઈન થવાનું રહશે. ત્યારબાદ School Allotment Letter બટન ક્લિક કરતાં શાળા ફાળવણી પત્રની Pdf ડાઉનલોડ થશે. જેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button