આપણું ગુજરાતગાંધીનગર

Raees ફિલ્મને લઈને બદનક્ષી દાવામાં શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટની રાહત

ગાંધીનગર: બૉલીવુડની રઇસ ફિલ્મના અભિનેતા શાહરૂખ ખાન (shah rukh khan)અને ફિલ્મ નિર્માતાઓને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટી રાહત મળી છે. હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલત દ્વારા અપાયેલા ચુકાદાને ફગાવતા ગેંગસ્ટર અબ્દુલ લતિફના વંશજોને આઠ વર્ષ જૂના કેસમાં માનહાનિ કેસમાં વાદીના રૂપમાં રજૂ કરવાની મંજૂરીને ફગાવી દીધી છે. હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલ ચુકાદાને પલટી દઈને બૉલીવુડના બાદશાહને રાહત આપી છે.

2017 ના વર્ષમાં જાન્યુઆરી માસમાં રઇસ ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમાં લતીફના પરિવાર દ્વારા તેમના છબીને ક્ષતિ પહોંચાડવા બદલ સિવિલ કોર્ટમાં રૂ.101 કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કરવાંઆ આવ્યો હતો. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્ય લોકોએ પણ આ દાવાને હાઈકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. આ કેસમાં નીચલી અદાલત દ્વારા લતીફના વારસદારોને આ કેસમાં વાદી તરીકે જોડાવાની પરવાનગી આપી હતી. જો કે આ ચુકાદા બાદ શાહરુખ ખાન અને અન્ય લોકોએ નીચલા કોર્ટના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આમના ઘરનું ખાઇને શાહરૂખ ખાન બન્યો છું’: શાહરૂખે કોના માટે કહ્યું આવું?

શાહરુખ ખાનની આ ફિલ્મ જાન્યુઆરી 2017 માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં એક પાત્ર લતીફ પર હતું જેને લઈને તેના પરિવાર દ્વારા સિવિલ કોર્ટમાં રૂ.101 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં લતીફના પુત્ર મુશ્તાક અબ્દુલ લતીફ શેખ દ્વારા માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો. આ કેસમાં નીચલી અદાલત દ્વારા લતીફના વારસદારોને માનહાનિના દાવામાં વાદી તરીકે જોડાવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ આ અરજીને પડકારવા માટે શાહરૂખ ખાન, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ વગેરે દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ કેસમાં ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925ની કલમ-306 પર આધાર રાખીને અરજદારોના વકીલે પક્ષ રજૂ કર્યો હતો કે માનહાનિ એ વ્યક્તિગત બાબત છે અને જે વ્યક્તિ સાથે મૃત્યુ પામે છે. તેથી માનહાનિ માટે દાવો કરવાનો અધિકાર મૃતકના વારસદારોને મળતો નથી. આવા સંજોગોમાં નીચલી કોર્ટનો હુકમ ગેરકાયદે અને રદબાતલ થવા યોગ્ય છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને પલટીને લતીફના વારસદારોને આ કેસમાં વાદી તરીકે જોડાવાની પરવાનગીને રદબાતલ જાહેર કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button