ગુજરાતમાં રેશન કાર્ડને ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય: સરકારનો મોટો નિર્ણય | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાતમાં રેશન કાર્ડને ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય: સરકારનો મોટો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યાં પ્રમાણે હવે રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય.

એટલું જ નહીં પરંતુ બેંક ખાતું ખોલાવવા, મોબાઇલ સિમ કાર્ડ મેળવવા કે સરકારી યોજનાઓનો લાભ લેવા રેશન કાર્ડ માન્ય રહેશે નહીં. રેશન કાર્ડ ઉપયોગ હવે માત્ર ગેસ તથા વ્યાજભી ભાવની દુકાનેથી રાશન મેળવા માટે જ કરી શકાશે.

આપણ વાંચો: EPFOનો મોટો નિર્ણય, જન્મ તારીખના પુરાવા તરીકે ‘આધાર કાર્ડ’ની માન્યતા રદ્…..

રેશન કાર્ડની માન્યતાના નિયમો બદલાઈ ગયાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અત્યાર સુધી નવું સિમ કાર્ય લેવા માટે અને તમારા રહેઠાણના પુરાવા માટે રેશન કાર્ડ માન્ય રહેતું હતું. આ પહેલા તમે સરકારી ભરતીના ફોર્મ, કોલેજના ફોર્મ ભર્યા હોય તેમાં રેશન કાર્ડનો ફોટો ચોક્કસ જોડ્યો હશે. પરંતુ હવે નિયમ બદલાઈ ગયાં છે. કારણ કે, ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ માન્ય નહીં રહે તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આપણ વાંચો: ‘સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’ આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આકરા શબ્દોમાં ચેતવણી આપી

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે લીધો નિર્ણય

આ સમાચાર ગુજરાતના લાખો રેશનકાર્ડ ધારકો માટે એક મહત્ત્વના છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરિપત્ર પ્રમાણે, હવે રેશન કાર્ડ ફક્ત રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે. જેથી હવે ઓળખ અને રહેઠાણના પુરાવા માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ કે અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રેશન કાર્ડનો દુરૂપયોગ વધી રહ્યો હોવાથી તેને અટકાવવા માટે અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ તેવા મૂળ હેતુ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનું દરેક નાગરિકોએ પાલન કરવાનું રહેશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button