ગાંધીનગર

નવા વર્ષે ગુજરાત સરકારે અધિકારીઓને આપ્યા ખુશ ખબર, આ IAS અધિકારીઓને પ્રમોશન

ગાંધીનગર: નવા વર્ષની શરૂઆત પહેલા 31 ડિસેમ્બરની મોડી રાત્રે ગુજરાત સરકારે એક સાથે 23 IPS અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર આપ્યા હતા, ત્યાર બાદ આજે નવા વર્ષના પહેલા જ દિવસે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર (Gujarat Government promoted IAS officers) આપ્યા છે. આ 26 IASમાંથી 9 અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.

આ IAS અધિકારીઓને પ્રમોટ કરવામાં આવ્યા:

આપણ વાંચો: Breaking: રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર: 25 IPS અધિકારીઓની બદલી…

  1. AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકર
  2. કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરા
  3. ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
  4. એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર(કમિનરેટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ) વિશાલ ગુપ્તા
  5. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા
  6. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
  7. નર્મદા કલેક્ટર સંજય કે.મોદી
  8. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ એમ.તન્ના
  9. જોઇન્ટ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એ.બી.પટેલ
  10. સુરેન્દ્રનગર કલેક્ટર કે.સી. સંપટ
  11. ગાંધીનગર કલેક્ટર એમ.કે.દવે
  12. કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના જોઇન્ટ સેક્રેટરી પ્રવીણ કુમાર ડી.પૈસાના
  13. વલસાડ કલેક્ટર નૈમેશ એન.દવે
  14. તાપી-વ્યારાના જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ
  15. કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ
  16. પોરબંદર કલેક્ટર એસ.ડી.ધાનાણી
  17. મોરબી કલેક્ટર કિરણ ઝવેરી
    આ IAS અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું:
  18. બનાસકાંઠાના સુઇગામના આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી
  19. સુરેન્દ્રનગરના પાટડીના આસિસ્ટન્ટ કલેક્ટર જયંતસિંહ રાઠોર
  20. પંચમહાલ-ગોધરના સહેરાના આસિસ્ટન્ટ કલેક્ટર પ્રણવ વિજય વર્ગીય
  21. સુરેન્દ્રનગરના ચોટીલાના આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા
  22. ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન પ્રમોશન કંપની લિ.ના જોઇન્ટ એમ.ડી. નિશા
  23. ખેડાના આસિસ્ટન્ટ કલેક્ટર અંચુ વિલ્સન
  24. કચ્છના અંજારના આસિસ્ટન્ટ કલેક્ટર સુનીલ
  25. મહિસાગરના લુણાવાડાના પાટીલ આનંદ અશોક
  26. અરવલ્લીના મોડાસાના આસિસ્ટન્ટ કલેક્ટર દેવેન્દ્ર પ્રકાશ મીણા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button