ગુજરાતમાં 3 રજા રવિવારે કે બીજા-ચોથા શનિવારે, 12 લાંબા વિક-એન્ડના કારણે સરકારી કર્મચારીઓને મજા

ગાંધીનગર: નવું વર્ષ 2026 આજથી શરૂ થઈ ગયું છે. આ વર્ષે સરકારી કર્મચારીઓને મજા પડી જવાની છે. કારણે આ વર્ષે સરકારી કર્મચારીઓને લાંબી રજાઓ મળવાની છે. ગુજરાત સરકાર દ્વારા 2026 માટે જાહેર કરવામાં આવેલી સરકારી કર્મચારીઓની રજાઓની યાદી પરથી કહીં શકાય છે કે, આ વર્ષે સરકારી કર્મચારીઓને 12 લાંબા વિક-એન્ડ પર રજાઓ મળવાની છે.
મોટાભાગના તહેવારોમાં મળશે લાંબી રજા
વર્ષ 2026ની વાત કરવામાં આવે તો, 2026માં કુલ 23 જાહેર રજાઓ અને 33 મરજિયાત રજાઓ જાહેર કરવામાં આવી છે. આ રજાઓમાં કેટલાક તહેવારો રવિવાર અથવા બીજા-ચોથા શનિવારે આવી રહ્યા છે. જેથી સરકારી કર્મચારીઓને આ વર્ષે લાંબી રજાઓ મળવાની છે. આ લાંબી રજાઓમાં મકરસંક્રાંતિ, હોળી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી અને નાતાલ જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે. વર્ષ 2026ની રજાઓની વિસ્તૃત યાદી નીચેના કોષ્ટકમાં આપેલ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કુલ 8 લાંબા વીકેન્ડ હતા. જ્યારે આ વખતે કુલ 12 લાંબા વીકેન્ડ છે. જેથી સરકારી કર્મચારીઓ પોતાના પરિવારજનો સાથે વધારે સમય વિતાવી શકશે.



