
Gandhinagar News: ગુજરાતની ઓળખ ડ્રાય સ્ટેટ (Dry state) તરીકેની છે, તેમ છતાં રાજ્યમાં કોઈને કોઈ ખૂણામાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો રહે છે. ગુજરાત સરકારે (gujarat government) ગિફ્ટ સિટીમાં (gift city) દારૂના વેચાણ માટે વેસ્ટ ઈન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટે લિમિટેડ (West India Recreation Projects Pvt Ltd) અને ધ ગ્રાન્ડ મર્કુરીને (The Grand Mercury)છૂટ આપી છે. 30 ડિસેમ્બર, 2023ના રોજ ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણને છૂટ આપવામાં આવ્યા બાદ રાજ્ય સરકારને દારૂના વેચાણથી 94.14 લાખની આવક થઈ હોવાની સરકારે વિધાનસભામાં કબૂલાત કરી હતી.
કેટલું થયું વેચાણ?
અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે, 30 ડિસેમ્બર 2023માં જાહેરાત કરાયા બાદ ગિફ્ટી સિટીમાં પરવાનો ધરાવતી માત્ર બે હોટલે જ 3324 લિટર લીકર, 470 લિટર વાઇન અને 19915 લિટર બિયરનું વેચાણ કર્યું છે. હોટલોને વેચાણનો પરવાનો 2024માં મળ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા; અમુક મંત્રીનાં કપાઈ શકે છે પત્તા…
ફિનટેક સેન્ટરમાં કામ કરતા લોકોને 30 ડિસેમ્બર, 2023થી નિર્ધારીત નિયમો અંતર્ગત દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી હતી. બંને સંસ્થાઓને અનુક્રમે 9 જન્યુઆરી અને 10 જાન્યુઆરી 2024ના રોડ લાઇસન્સ આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારને દારૂના વેચાણથી 94.19 લાખ રૂપયિયાની આવક થઈ હતી.
1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં આલ્કોહોલિક પીણાંના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. જોકે, GIFT સિટીમાં ગ્બોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકારે તેના પરિસરમાં દારૂના વેચાણ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. સરકારે નિયમોમાં ફેરફાર કરીને ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાઓને મંજૂરી આપી છે. વૈશ્વિક રોકાણકારો, ટેકનિકલ નિષ્ણાતો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડી શકાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Vibrant Gujarat Summit 2024માં કેટલા એમઓયુ થયા? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
નવી સિસ્ટમ હેઠળ ગિફ્ટ સિટીમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબ (હાલના અને ભવિષ્યમાં બનનારા)ને વાઇન એન્ડ ડાઇન સુવિધા માટે પરમિટ આપવામાં આવશે. જોકે અહીં દારૂની બોટલ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બિઝનેસ ડિસ્ટ્રિક્ટ ખાતે કંપનીઓના માલિકો અને કર્મચારીઓને દારૂ મેળવવાની પરમિટ પણ આપવામાં આવે છે, ઉપરાંત આવી હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ પીવા માટે જવા માંગતા મુલાકાતીઓને કામચલાઉ પરમિટ પણ આપવામાં આવે છે. સરકારે ગુજરાતની મુલાકાત લેતા બહારના લોકોને કામચલાઉ પરમિટ મેળવ્યા પછી ઓથોરાઇઝ્ડ આઉટલેટ્સમાંથી દારૂ ખરીદવાની પણ મંજૂરી આપી છે.