ગુજરાતમાં વનરક્ષાઃ વન વિભાગના સંરક્ષણ માટે સરકારે 800થી વધુ વનરક્ષકને આપ્યા નિમણૂક-પત્રો
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ૮૦૦થી વધુ નવ યુવાઓને નવી નિમણૂંકના નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા. તેમણે કહ્યું કે, શાસન વ્યવસ્થામાં ગરીબ, સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા-સુશાસન આપ્યું છે.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, યુવાશક્તિના કૌશલ્ય અને સામર્થ્યને જનસેવામાં જોડવા સરકારે પારદર્શિતાથી સમયબદ્ધ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરી છે.
યુવાશક્તિના ડેમોગ્રાફિક ડિવિડન્ડને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા આપણે સજ્જ બનાવવી છે.રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પર્યાવરણ રક્ષા અને વનોના જતન સંવર્ધન સાથે રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થવા આહવાન પણ કર્યું હતું.
આપણ વાંચો: કચ્છના બન્નીમાં ત્રણ ચિત્તલ હરણના મોત અંગે વન વિભાગનું મૌનઃ આંકડા છુપાવતા હોવાનો આરોપ…
તેમણે ગુજરાતના વિકાસ રોલ મોડલને નવી વૈશ્વિક ઊંચાઈ આપવામાં પણ આ નવનિયુક્ત વન કર્મીઓના યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી હતી. વન વિભાગના પ્રધાન મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વન વિભાગમાં મોટી સંખ્યામાં મદદનીશ વન સંરક્ષક અને વનરક્ષકની નવી ભરતી કરીને સુશાસન દિવસને સાચા અર્થમાં ઊજવણી કરવામાં આવી છે.
શહેરી વિસ્તારમાં ૨૦ થી ૨૫ જેટલા અર્બન ફોરેસ્ટ
વન પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે મોરબી, જાંબુઘોડા, કચ્છ, જામનગર અને દ્વારકામાં રેસ્ક્યુ-ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
સિંહ, દિપડા, રિંછ અને વિવિધ પક્ષીઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી પણ કરવામાં આવે છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં શહેરી વિસ્તારમાં ૨૦ થી ૨૫ જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: Owl Smuggling : દિવાળીમાં ઘુવડ પર કેમ બાજ નજર રાખવી પડે છે વન વિભાગે, જાણશો તો ચોંકી જશો
માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ અટકાવવા શું પગલા લેવામાં આવ્યા?
વન પ્રધાને જણાવ્યું હતું કે, માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે મોરબી, જાંબુઘોડા, કચ્છ, જામનગર અને દ્વારકામાં રેસ્ક્યુ-ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
વન વિભાગ દ્વારા પ્રવાસીઓને પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા સિંહ દર્શન માટે બરડા તેમજ આંબરડી ખાતે સફારીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સિંહ, દિપડા, રિંછ અને વિવિધ પક્ષીઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી પણ કરવામાં આવે છે.