ગાંધીનગર

વન વિભાગના કર્મચારીઓ માટે મોટા સમાચાર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, આ રહી યાદી…

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વન અને પર્યાવરણ વિભાગના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી છે. વન અને પર્યાવરણ વિભાગના કર્મચારીઓ માટે આ ખુશીના સમાચાર છે. ખુશીનું કારણ એ છે કે, રાજ્ય સરકારે વર્ગ ત્રણના 425 વનરક્ષક કર્મચારીઓને વર્ગ ત્રણમાં વનપાલના પદ પર બઢતી આપી છે. બઢતીના ઓર્ડર આવતા નવ વિભાગના કર્મચારીઓમાં ખુશીની લહેરા છવાઈ છે.

પે મેટ્રિક્સ લેવલ-4 પ્રમાણે પગાર આપવામાં આવશે

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જે 425 વનરક્ષક કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે તેમના પગારમાં પણ વધારો થશે તેવા સમાચાર છે. વનરક્ષક તરીકે સેવા આપતા કર્મચારીઓને અત્યાર સુધીમાં પે મેટ્રિક્સ લેવલ-1માં ગણવામાં આવતા તેમાં તેમને 18,000 રૂપિયાથી 56,900 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. હવે તેમને વનપાલ તરીકેની બઢતી આપવામાં આવી એટલે તેઓને પે મેટ્રિક્સ લેવલ-4 પ્રમાણે 25,500 રૂપિયાથી 81,100 રૂપિયાનો પગાર આપવામાં આવ્યો છે.

આપણ વાચો: ગુજરાતી માટે ગર્વની વાત: સિંહ, દીપડો અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત

કોને કોને વનપાલના પદ પર બઢતી આપવામાં આવી?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button