ગુજરાતના દસમાના બોર્ડની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર: 27 ટકા વિધાર્થી પાસ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 પૂરક પરીક્ષા લેવામાં આવી હતી, તેનું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ફેબ્રુઆરી-માર્ચ-2025ની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે પૈકી જૂન-જુલાઈ 2025માં પૂરત પરીક્ષા માટે 1,24,058 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 93,904 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતાં. પરિણામની વાત કરવામાં આવે તો 93,904 વિદ્યાર્થીઓમાંથી કુલ 25,929 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવાને પાત્ર છે. જેમના પરિણામની ટકાવારી 27.61 ટકા થાય છે.
પૂરક પરીક્ષાનું સમગ્ર રાજ્યનું 27.61 ટકા પરિણામ આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે જૂન-જુલાઈ 2025ની પૂરક પરીક્ષાનું સમગ્ર રાજ્યનું 27.61 ટકા પરિણામ આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, નિયમિતમાં 89,866 ઉમેદવારોમાંથી 69,985 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાંથી 21,484 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. રીપીટરમાં 26,240 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 18,338 ઉમેદવારોએ પૂરક પરીક્ષા આપી હતી. આમાંથી 3,484 વિદ્યાર્થીઓ પાસ થયાં જેની ટકાવારી 19 ટકા થયા છે. નિયમિત GSOSમાં 6,191 ઉમેદવાર હતા જેમાંથી 4,353 એ પરીક્ષા આપી હતી અને 787 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે પુનરાવર્તિત GSOS માં 1,761 ઉમેદવારો નોંધાયા હતાં. આમાંથી 1228 ઉમેદવારે પરીક્ષા આપી અને 174 પાસ થયા છે. કુલ મળીને 25,929 વિદ્યાર્થીઓ પુરક પરીક્ષામાં પાસ થયા છે.
આપણ વાંચો: 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી
પરિણામ સુધારવા માટે 328 ઉમેદવારોએ નોંધણી કરાવેલી
ફેબ્રુઆરી-માર્ચ 2025ની પરીક્ષામાં નિષ્ફળ થયેલા તેમજ અગાઉના વર્ષોમાં માધ્યમિકની BEST OF TWO યોજના હેઠળ પરિણામ સુધારવા માટે ઉમેદવારોને જુલાઈ-2025ની પૂરક પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા તક આપવામાં આવી હતી. કુલ 328 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જેમાંથી 160 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં. જેમાંથી 119 ઉમેદવારોએ પરિણામમાં સુધારો કર્યો અને 41 ઉમેદવારોએ પરિણામમાં સુધારો ન કર્યો. જયારે સંસ્કૃત વિષયમાં કુલ 60 વિદ્યાર્થીઓમાંના 55 પરીક્ષામાં બેઠા, જેમાંથી 34 વિદ્યાર્થીઓએ પાસ થયા છે.