ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણ: આવતીકાલે તમામ MLAને કમલમમાં આવવાનું તેડું | મુંબઈ સમાચાર

ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણ: આવતીકાલે તમામ MLAને કમલમમાં આવવાનું તેડું

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નવાજૂનીના એંધાણ છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ MLA કમલમમાં બોલાવવામાં આવ્યા છે. આખરે શા માટે ભાજપે અચાનક તમામ ધારાસભ્યોને કમલમમાં બોલાવ્યાં છે. આખરે પાર્ટીમાં શું રંધાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાત ભાજપામાં ધમધમાટ શરૂ થઈ શકે છે. તમામ ધારાસભ્યોને આવતીકાલે ફરજિયાતપણે કમલમ ખાતે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, બેઠક અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

શા માટે પક્ષના તમામ MLA કમલમમાં બોલાવવામાં આવ્યાં?

આવતીકાલે એટલે કે શુક્રવારે પક્ષના તમામ MLA કમલમમાં બોલાવવામાં આવ્યા છે. આ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે. આગામીમ શનિ-રવિ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદમાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ 24મી ઓગસ્ટની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ મહિનામાં જે પાર્ટીના બે દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાત રહ્યાં છે. આ મુલાકાતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાશે તેવું સૂત્રો જમાવ્યું છે.

આ બેઠક અંગે સૂત્રો કહી રહ્યાં છે આવી વાત

ગુજરાતમાં નવા પાર્ટી પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરવાની છે. સીઆર પાટીલનો કાર્યકાળ પૂર્ણ થયો છે જેથી નવા પ્રમુખમાં કોનું નામ પસંદ કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે તેવામાં સ્વાભાવિક છે કે, આ અંગે ચર્ચા થઈ શકે છે. સંભાવના એવી પણ છે કે, આગામી 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે અંગે પણ ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ કરવાની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નવા ગુજરાતમાં નવા પાર્ટી પ્રમુખ બન્યાં બાદ મુખ્યપ્રધાન પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરી શકે છે. જેથી આ તમામ મુદ્દોએ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. બાકીની વિગતો પાર્ટી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે ત્યારે જાણવા મળશે.

આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 1.74 લાખ કરોડના 32 વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button