
Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. 15મી વિધાનસભાના છઠ્ઠું સત્ર પૂરું થવા આવ્યું છે. આ દરમિયાન આજે ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગનો કાચ તૂટીને નીચે પટકાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. વિધાનસભા બિલ્ડીંગમાં ફીટ કરેલો કાચ અચાનક તૂટ્યો હતો. મુખ્ય પ્રવેશ દ્વારના બિલ્ડીંગનો કાચ તૂટ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા; અમુક મંત્રીનાં કપાઈ શકે છે પત્તા…
મુખ્ય પ્રવેશ દ્વારથી વિધાનસભા મુલાકાતે આવનારા દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો હતો. અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત અનેક મુલાકાતીઓ અહીંયાથી જ અવરજવર કરે છે. અહીંયા કાચ તૂટીને નીચે પટકાતા થોડીવાર માટે અફડાતફડી મચી હતી.