ગાંધીનગર

Gujarat વહીવટી સુધારણા પંચની વેબસાઈટ લોન્ચ, પ્રથમ ભલામણ અહેવાલ સરકારને સોંપાયો

ગાંધીનગર : ગુજરાત(Gujarat)સરકારે ગુડ ગવર્નન્સની દિશામાં અગ્રેસર છે. તેમજ રાજ્યના વહીવટી માળખા તથા કાર્ય પદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવ શક્તિનું તર્ક સંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતા વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની પસંદગી કરવામાં આવી છે.

આપણ વાંચો: ભુજમાં દેશની સૌથી મોટી અવકાશ વેધશાળા બની આકર્ષણનું કેન્દ્રઃ મહિનામાં 1500થી વધુ લોકોએ લીધી મુલાકાત

સમયાંતરે આ અહેવાલો રાજ્ય સરકારને સોંપવામાં આવશે

જ્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે વહીવટી સુધારણા પંચની નવી વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. GARC એ રાજ્ય સરકારને કરેલી આ સહિતની ભલામણોનો પ્રથમ અહેવાલ પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

GARCના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાના માર્ગદર્શનમાં પંચ દ્વારા એવી કાર્યપ્રણાલી વિકસાવવામાં આવી છે કે, જેમ-જેમ GARC પોતાના ભલામણના અહેવાલ તૈયાર કરશે તેમ સમયાંતરે આ અહેવાલો રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

આ ઉપરાંત GARC એ એક નવતર અભિગમ અપનાવીને સામાન્ય નાગરિકો તથા કર્મચારીઓ પાસેથી પણ વહીવટી સુધારણા અંગે કમિશનની વેબસાઈટ પર સૂચનો મંગાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. એટલું જ નહિ, લોકો પાસેથી સૂચનો અને સુઝાવો મળે તેવી અપેક્ષા પણ GARC એ વ્યક્ત કરી છે.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઍક્શન મોડમાં, આગામી 100 દિવસના આયોજનની સમીક્ષા, નક્કર કામગીરી માટે સૂચનો

પ્રથમ ભલામણ અહેવાલ સોંપાયો

GARCએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના આ પ્રથમ ભલામણ અહેવાલમાં રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિ માટે ખૂબ અસરકારક ભલામણો સરકારને કરી છે.ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)એ રાજ્ય સરકારને કરેલી ભલામણોમાં જે બાબતો આવરી લેવામાં આવી છે.

પારદર્શી બોક્સ મુકવાની બાબતોનો સમાવેશ

તેમાં સરકારી મિટિંગોની કાર્યક્ષમતા વધારવા અને વધુ પરિણામલક્ષી બનાવવા પરિપત્ર સ્વરૂપે ગાઈડલાઈન બહાર પાડવાની ઉપરાંત રાજ્ય સરકારની કચેરીઓમાં પ્રવર્તમાન વહીવટી સમસ્યાઓ સંદર્ભે કર્મચારીઓ-અધિકારીઓના અનામી રીતે પ્રતિભાવો-ફિડબેક મેળવવા, ઈન્ફો-ટેક્ અને આઈડિયાઝ બોક્સની વ્યવસ્થા અને ક્યુઆર કોડ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સાથે ઓફિસમાં યોગ્ય જગ્યાએ પારદર્શી બોક્સ મુકવાની બાબતોનો સમાવેશ થાય છે.

સામાન્ય જનતા અને નાગરિકો સરકારી કચેરીમાં સંબંધિત વિભાગ-અધિકારી સુધી સરળતાએ પહોંચી શકે તે માટે કચેરી દ્વારા પુરી પાડવામાં આવતી સેવા અંગેની સ્પષ્ટ વિગતો સાથે સ્ટાન્ડર્ડ સાઈનેજ બહુભાષી લખાણમાં રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button