ગુજરાતમાં 21 રસ્તાઓ ફોર લેન કરવા રૂ. 1646.44 કરોડ મંજૂર
ગાંધીનગરઃ ગુજરાતમાં દરરોજ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઘણા રોડ રસ્તા હાલ સાંકડા પડવા લાગ્યા છે. રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યપ્રધાને ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા હતો. આ હેતુસર તેમણે 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા રૂ. 1646.44 કરોડ મંજૂર કર્યા હતા.
આપણ વાંચો: Ahmedabad વડોદરા એક્સપ્રેસ હાઇવે પર થઈ રહ્યો છે ટ્રાફિક જામ, વાહન ચાલકો પરેશાન
ઉપરાંત 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂ. 768.72 કરોડની રકમ મંજૂર કરી હતી. સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે રૂ. 2995.32 કરોડ મુખ્યપ્રધાને મંજૂર કર્યા હતા.