જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ગુજરાતના 75 લાખ કુટુંબને આવરી લેવાયાઃ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી

ગાંધીનગર : ગુજરાતમા(Gujarat)વર્ષ 2024માં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ.મા(NFSA) કુલ 75 લાખ કુટુંબોના 370 લાખ નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે. તેમજ તેની માટે આગામી વર્ષે અન્ન વિતરણ કરવા માટે રૂપિયા 6.75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે રાજ્યનાં 75 લાખ કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથો સાથ પોષણ સુરક્ષા મળી રહે તે માટે દર મહિને, પ્રતિ કાર્ડ 1 કિલો ચણા રૂપિયા 30 લેખે, અને 1 કિલો તુવેર દાળ રૂપિયા 50 લેખે રાહતદરે વિતરણ કરવામાં આવે છે.
આપણ વાંચો: Lok Sabha: ‘આયુષ્માન ભારત’માં ૭૦ વર્ષથી ઉપરના નાગરિકોને લાભો આપવા કોઈ પેનલ નહીં…
ચણાના વિતરણ માટે રૂપિયા 767 કરોડની જોગવાઇ
જેના ભાગરૂપે જાન્યુઆરી-2024 થી ડિસેમ્બર-2024 સુધી અંદાજિત કુલ 24,885 મેટ્રિક ટન તુવેરદાળ તેમજ અંદાજિત કુલ 55,053 મે.ટન ચણાના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે,આગામી વર્ષે પણ NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે રૂપિયા 767 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સીંગતેલના પાઉચનું, રૂ.100 પ્રતિ પાઉચના રાહત દરે વિતરણ
મંત્રીએ જણાવ્યું હતું કે,જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષના બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળી દરમિયાન વાજબી ભાવના દુકાન મારફતે તમામ 75 લાખ લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ 1 લીટર સીંગતેલના પાઉચનું, રૂ.100 પ્રતિ પાઉચના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.
ખાદ્યતેલ વિતરણ માટે રૂ.160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્યમાં પોષણનું સ્તર વધારવા માટે, રાજયના તમામ 75 લાખ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને દર માસે કાર્ડદીઠ 1 કિ.ગ્રા. ડબલ ફોર્ટીફાઈડ મીઠું પ્રતિ કી. ગ્રા. રૂ.એક ના રાહતદરે વિતરણ માટે રૂ.51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આપણ વાંચો: Gujarat માં સેવા સેતુ કાર્યક્રમની સિદ્ધિ, 10 તબક્કામાં આટલા કરોડ લાભાર્થીઓ લાભ અપાયો
ખાંડના વિતરણ માટે રૂ. 170 કરોડની જોગવાઈ
આ ઉપરાંત અંદાજિત 31 લાખ અંત્યોદય તથા બીપીએલ રેશન કાર્ડધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાંડનુ વિતરણ કરવામાં આવે છે. આગામી વર્ષ 2025-26 માં ખાંડના વિતરણ માટે રૂ. 170 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ
જ્યારે રાજ્યના 43 લાખ લાભાર્થીઓ એલ.પી.જી. ગેસનો વધુમાં વધુ ઉપયોગ કરે અને સ્વચ્છ ઇંધણ તરફ પ્રેરાય તે હેતુથી, તેઓને વર્ષમાં બે વાર રાંધણગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.