ગુજરાતમાં 2 વર્ષમાં કેટલી GST ચોરી પકડાઈ? સરકારે વિધાનસભામાં આપી માહિતી…

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ)ની ચોરી સંબંધિત ફરિયાદો અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
શૈલેષ પરમારે પૂછ્યું કે, 31-12-2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્યની એસજીએસટી કમિશ્નર કચેરીને જીએસટીની ચોરી સંબંધિત કુલ કેટલી ફરિયાદો મળી છે? જેનો જવાબ આપતાં નાણા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, વર્ષ 2023માં 268 અને વર્ષ 2024માં 311 ફરિયાદ મળી છે. જે બાદ શૈલેષ દેસાઈએ મળેલી ફરિયાદો અન્વયે વર્ષમાં કેટલી ફરિયાદોમાં સ્થળ તપાસ કરવામાં આવી તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો ઉત્તર આપતા નાણા પ્રધાને કહ્યું 2023માં 1 અને 2024માં 11 સ્થળ તપાસ કરવામાં આવી છે.
આ પણ વાંચો:Gujarat માં નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓ માસ સીએલ પર, ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન…
આ ઉપરાંત એસજીએસટી કમિશ્નર કચેરી દ્વારા કરવામાં આવેલી સ્થળ તપાસના આધારે કુલ કેટલી રકમની જીએસટીની ચોરી વર્ષવાર પકડાઈ તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા નાણા પ્રધાને કહ્યું, વર્ષ 2023માં 26022 તથા વર્ષ 2024માં 28.63 કરોડ ચોરી પકજવામાં આવી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા; અમુક મંત્રીનાં કપાઈ શકે છે પત્તા…
આજે ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગનો કાચ તૂટીને નીચે પટકાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. વિધાનસભા બિલ્ડીંગમાં ફીટ કરેલો કાચ અચાનક તૂટ્યો હતો. મુખ્ય પ્રવેશ દ્વારના બિલ્ડીંગનો કાચ તૂટ્યો હતો. મુખ્ય પ્રવેશ દ્વારથી વિધાનસભા મુલાકાતે આવનારા દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો હતો. અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત અનેક મુલાકાતીઓ અહીંયાથી જ અવરજવર કરે છે. અહીંયા કાચ તૂટીને નીચે પટકાતા થોડીવાર માટે અફડાતફડી મચી હતી.