ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતઃ 22મી જૂને મતદાન અને 25મી જૂનના પરિણામ

ગાંધીનગરઃ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections)ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ (Gujarat State Election Commission) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 8327 ગ્રામ પંચાયત (Gram Panchayat) માટે 22મી જૂને ચૂંટણી યોજાશે, જ્યારે 25મી જૂને રોજ મતગણતરી કરવામાં આવશે. ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.
આપણ વાંચો: Elections 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે?
ગુજરાત રાજ્યની 8,327 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે
આજે બપોરે 3 કલાકે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેરાત તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની 8,327 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડીંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે.
2 જૂને ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પડવામાં આવશે. જ્યારે 9મી જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે. જ્યારે 11મી જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
આપણ વાંચો: Gujarat માં 66 નગર પાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત, ગ્રામ પંચાયતની ચૂંટણી બાદમાં યોજાશે
કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
8326 ગ્રામ પંચાયત માટે જે ચૂંટણી યોજાવાની છે તેમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. મહત્વની વાત એ છે કે, શું આ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે? કે પછી બેલેટ પેપરથી યોજવામાં આવશે? ચૂંટણી પંચ દ્વારા હવે અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે ત્યારે તેની વિગતો જાણવા મળશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ ચૂંટણીને લઈને હવે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અંગે તૈયારીઓ કરી દેવામાં આવી શકે છે.