ગાંધીનગર

જીપીએસસીએ નાયબ ખેતી નિયામકની પરીક્ષા રદ્દ કરી

ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વધુ એક પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ્દ કરી હતી. જ્યારે મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી રાખી હતી.એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. બંને ભરતીની સંયુક્ત પરીક્ષા 28 ઓગસ્ટે લેવાશે.

આપણ વાંચો: SPIPAની મેહનત રંગ લાવી! ગુજરાતના આટલા ઉમેદવારોએ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા પાસ કરી

કેમ રદ્દ કરવામાં આવી પરીક્ષા

આ પરીક્ષામાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નો પુસ્તક-૧ ફંડામેંટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ-1 તથા પુસ્તક-२. ફંડામેંટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ-1 માં આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવ્યા હતા. જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button