ગાંધીનગરટોપ ન્યૂઝ

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે

સ્કૂલ પિકનિકમાં વિદ્યાર્થિનીઓ સાથે હશે તો મહિલા પોલીસ સાથે રાખવાનું અનિવાર્ય

ગાંધીનગરઃ શાળાઓમાંથી દર વર્ષે બાળકોને પ્રવાસે લઈ જવામાં આવતા હોય છે. ઘણી વખત પ્રવાસ દરમિયાન મોટી દુર્ઘટનાઓ ઘટતી હોય છે. વડોદરા, સાપુતાર અને જૂનાગઢમાં અનેક વખત આવી દુર્ઘટના ઘટેલી છે. જેના કારણે હવે સરકાર દ્વારા શાળાઓમાંથી થતા પ્રવાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરે છે, તેમને પોલીસના કર્મચારીને સાથે રાખવાના નિયમોનું પાલન કરવાનું રહેશે. શાળાના શૈક્ષણિક પ્રવાસ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગની મંજૂરી લેવાની જ હોય છે પરંતુ સાથે સાથે હવે પોલીસની પણ મંજૂરી લેવાની રહેશે.

આપણ વાંચો: મહારાષ્ટ્રની શાળાઓમાં ત્રીજી ભાષા નહીં! શિક્ષણ વિભાગનો યુ-ટર્ન

પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીએ સાથે રહેશે

શાળાઓએ પોતાના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીએ સાથે રહેશે. એટલું જ નહીં, પરંતુ શાળાએ પોલીસ સ્ટેશનને પ્રવાસ અંગે જાણ પણ કરવાની રહેશે. જો આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થિનીઓ જવાની હોઈ તો મહિલા પોલીસ કર્મચારી પણ સાથે રહેશે. જેથી પ્રવાસ દરમિયાન કોઈ બાળકોની સંભાળ રાખી શકાય.

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ દરમિયાન પોલીસને સાથે રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

આપણ વાંચો: અજિત પવારે શાળાઓમાં હિન્દીના વિરોધની ઝાટકણી કાઢી

DGP કચેરીથી શિક્ષણ વિભાગને સૂચના અપાઈ

શાળાઓને પ્રવાસ સમયે 2 ગણવેશધારી પોલીસ અને વિદ્યાર્થિનીની હોય તો મહિલા પોલીસ સાથે રાખવી પડશે. DGP કચેરીથી શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ 2024 DGP કોન્ફરન્સમા પીએમ મોદી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. હવે બાળકોની સંભાળ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવમાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

શિક્ષણ પાછળ પણ સરકાર એટલો જ પ્રયત્ન કરે છે

પ્રવાસ દરમિયાન બાળકોનું ધ્યાન રાખવું આમ કો શાળાની તો જવાબદારી છે જ. પરંતુ સાથે સાથે રાજ્ય સરકારની પણ એટલી જ જવાબદારી બને છે. મોટા ભાગે તો કોઈ દુર્ઘટના નથી બનતી પરંતુ તેના માટે હાથ પર હાથ ધરી બેસી ના રહેવા. જેથી રાજ્ય સરકાર બને એટલા દરેક પ્રયત્ન કરી રહી છે. તેના માટે જ પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીઓને સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button