ગાંધીનગર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં 37 વહીવટી અધિકારીની કરાઈ બદલી, જોઈ લો લિસ્ટ

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે જીએએસ કેડરના અધિકારીઓની બદલી અને નિમણૂકનો ગંજીપો ચીપ્યો હતો. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે એક સાથે જીએએસ કેડરના 37 અધિકારીઓની બદલી અને નિમણૂકનો ઓર્ડર કર્યો હતો.

ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગે રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ જીએએસ કેડરમાં આવતા ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસર, જીઆઈડીસી, જીપીએસસી,જીએડી, રેસિડેન્સ એડિશ્નલ કલેક્ટર, મહાનગર પાલિકાઓમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમશ્નર સહિતના પદો પર બદલી અને નિમણૂકો માટેનો ઓર્ડર કર્યો હતો.

આપણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ મહાયુતિના ઘટકપક્ષો એકલા લડી શકે છે: અજિત પવાર

બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહેસાણામાં નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. કલેક્ટરે જિલ્લા ચૂંટણી અધિકારીની નિમણૂક કરી હતી. તે ઉપરાંત વડનગર અને ખેરાલુ તથા વિજાપુરમાં નોડલ અધિકારીની નિમણૂક કરાઈ હતી. આ અધિકારીઓ આચારસંહિતાથી માંડીને ચૂંટણી સંબંધિત કામગીરી કરશે.

એચ પી જોશીની પોરબંદરના ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસરથી જોઈન્ટ કમિશ્નર, ટેકનિકલ એજ્યુકેશન કમિશ્નરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. એસ એન મલેકની ડેપ્યુટી ડાયરેક્ટર, ધ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેટર ગાંધીનગરથી જોઈન્ટર કમિશ્નર, ઓફિસ ઓફ ધ કમિશ્નર ઓફ ટેક્નિકલ એજ્યુકેશન, ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે.

એન એમ મોદન, ડેપ્યુટી સેક્રેટરી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર, ગાંધીનગરની બદલી એક્ઝિક્યુટિવ ઓફિસર, પીએમજેએવાય સેલ, ધ કમિશ્નર ઓફ હેલ્થ, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button