
ગાંધીનગર: ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ટાટા સફારી કારચાલકે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતા મોટો અકસ્માત સર્જાયો છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત 4 લોકાનું અકાળે મોત છે. બેફામ સ્પીડે આવી રહેલો ટાટા સફારી કારચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માત સર્જી કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો
ઘટનાની વાત કરવામાં આવે તો, હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી જીજે 18 ઈઈ 7887 નંબરની ટાટા સફારી કાર જે કોઈ અન્ય વ્યક્તિ ચલાવી રહ્યો હતો. તેણે આ અકસ્માત સર્જયો છે. કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ગાંધીનગરમાં રાંદેસણના ભાઇજીપુરાથી સીટીપ્લસવાળા સર્વિસ રોડ આ હિટ એન્ડ રનની ઘટના બની છે. સર્વિસ રોડ પર કારચાલક બેફામ અને બેદરકારપૂર્વક કાર ચાલાવી રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ અકસ્માતમાં ગંબીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સ્થાનિકોએ કારચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસને અપીલ કરી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આરોપી કારચાલકને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો છે.
આ પણ વાંચો…નવી મુંબઈમાં હિટ એન્ડ રન: ધારાવીના યુવકનું મોત, આઠ મિત્રો ઘાયલ