ગાંધીનગરમાં પર્યાવરણલક્ષી ગણેશ ઉત્સવ: પ્રદૂષણ અટકાવવા નવીન પહેલ...
Top Newsગાંધીનગર

ગાંધીનગરમાં પર્યાવરણલક્ષી ગણેશ ઉત્સવ: પ્રદૂષણ અટકાવવા નવીન પહેલ…

ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે 31 ઓગસ્ટના ગણેશ મહોત્સવનો પાંચમો દિવસ છે. ત્યારે આ તહેવારને લઈ ગાંધીનગરમાં પર્યાવરણલક્ષી રીતે ઉજવવા માટે ખાસ પગલા લેવામાં આવ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાએ પર્યાવરણના પ્રદૂષણને રોકવા નવીન પહેલ શરૂ કરી છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન ફૂલો અને ધાર્મિક સામગ્રી નદીઓમા ફેંકવાથી પાણી અને હવાનું પ્રદૂષણ વધે છે. આ સમસ્યાને નિવારવા મહાનગરપાલિકાએ ખાસ યોજના બનાવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાએ અર્પણ ફાઉન્ડેશન સાથે મળીને ‘ફ્લાવર્સ રિસાયક્લિંગ રિવોલ્યુશન’ નામની યોજના શરૂ કરી છે. આ પહેલમાં શહેરના ગણેશ પંડાલોમાંથી ફૂલો અને ધાર્મિક સામગ્રી એકત્ર કરીને તેનો ઉપયોગ ખાતર, કુદરતી ધૂપ અને રંગો બનાવવા માટે કરવામાં આવશે.

લગભગ 20 ગણેશ પંડાલના આયોજકોએ આ પહેલમાં ભાગ લેવા સંમતિ દર્શાવી છે, જે શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં મદદ કરશે.

ગણેશ મહોત્સવને શરૂ થતાની સાથે વિસર્જન માટે લોકો ઉમટતા હોય છે. ત્યારે પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે અને ગણેશ વિસર્જનને પર્યાવરણલક્ષી બનાવવા માટે મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ વિસર્જન કુંડ બનાવ્યા છે.

આ કુંડોની આસપાસ ત્રણ પ્રકારના કચરા માટે બિન રાખવામાં આવ્યા છે, જેમાં ફૂલો અને બાયોડિગ્રેડેબલ સામગ્રી, સુશોભનનો નકામો કચરો અને અન્ય કચરો અલગ-અલગ એકત્ર કરવામાં આવશે. આ કચરાને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવાશે, જેથી નદીઓ અને પર્યાવરણનું પ્રદૂષણ ઘટે.

આ પહેલ ગાંધીનગર મહાનગરપાલિકાનો પર્યાવરણ પ્રત્યેનો જવાબદાર અભિગમ દર્શાવે છે. આ પ્રયાસ દ્વારા ગણેશોત્સવ જેવા તહેવારોને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ઉજવવાનો નવો માર્ગ ખુલ્યો છે.

મહાનગરપાલિકાએ શહેરીજનોને આ પહેલમાં સહયોગ આપવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે, જેથી તહેવારનો આનંદ પર્યાવરણની સુરક્ષા સાથે માણી શકાય.

આ પણ વાંચો…ગુજરાતના મહેસાણાની તો વાત જ અનોખીઃ અહીં ગણપતિ દાદાને અપાય છે ગાર્ડ ઓફ ઑનર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button