ગાંધીધામમાં ગુરવાનીનો દબદબો: કમિશનરે જાતે જેસીબી લઈ અતિક્રમણો દૂર કર્યા | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગાંધીધામમાં ગુરવાનીનો દબદબો: કમિશનરે જાતે જેસીબી લઈ અતિક્રમણો દૂર કર્યા

ગાંધીધામ: કચ્છના ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મેગા ડિમોલિશન ડ્રાઈવના પ્રથમ દિવસે 113 અતિક્રમણોને તોડી પડાયા બાદ બીજા દિવસે પણ આ ઝુંબેશ ભારે વિરોધ વચ્ચે જારી રહી હતી.

બીજા દિવસે શહેરીજનોને નડતરરૂપ વધુ 92 જેટલાં અતિક્રમણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. આ મેગા ડિમોલિશનને લઈને ગુજરાતના યુવા આઈએએસ મનીષ ગુરવાની ચર્ચામાં આવ્યાં છે. ગાંધીધામ શહેરમાં અતિક્રમણોને દૂર કરવા માટે તેઓ જાતે જેસીબી લઈને મેદાનમાં ઉતર્યાં હતાં.

આપણ વાંચો: જામનગર-દ્વારકામાં મેગા ડિમોલિશનઃ પાંચ દિવસમાં દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણો હટાવાયા

ગુરૂવાણીનો ગાંધીધામના લોકોએ ખાસ આભાર માન્યો

અતિક્રમણો હટાવવાની કામગારી જોઈને શહેરના લોકોએ કમિશનર મનીષ ગુરવાનીની ખૂબ જ વખાણ કર્યાં હતાં. લોકોએ ‘થેન્ક યૂ સર’ના નારા સાથે મનીષ ગુરવાનીના કામના વખાણ કરવામાં આવ્યા હતા. વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જોકે, આ ઝુંબેશના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

અતિક્રમણોને હટાવી રહેલાં જેસીબી સામે વિરોધ નોંધાવવા બેઠેલા રાજકીય આગેવાનોને અવગણીને નવનિયુક્ત કમિશનરે પોલીસ દળને સાથે રાખીને દબાણોને તોડવાનું ચાલુ રાખતા લોકોમાં સોંપો પડી ગયો હતો.

આપણ વાંચો: બેટ દ્વારકામાં ડિમોલિશન ડ્રાઈવ આજે પણ રહેશે ચાલુઃ આટલી જમીન ખુલ્લી કરાવાઈ…

પોલીસની મદદથી મેગા ડિમોલિશન યથાવત

દબાણ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના સમીપ જોષીને જેસીબી સામે બેસીને વિરોધ દર્શાવ્યો હતો. જો કે, કમિશનરના આદેશ મુજબ નાયબ કમિશનર મેહુલ દેસાઇએ વિરોધ કરી રહેલા આગેવાનોને પોલીસની મદદથી દૂર હટાવીને દબાણો દૂર કરવાની કામગીરી ધરાર ચાલુ રાખીને વધુ 95 ગેરકાયેદે બાંધકામોને ધ્વસ્ત કર્યા હતા.

આ ઝુંબેશ જારી રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે, આ કાર્યવાહીના કારણે કમિશનર મનીષ ગુરવાની રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.

આપણ વાંચો: અમદાવાદના ઓઢવમાં રબારી વસાહત પર ફર્યું બુલડોઝર; 500થી વધુ માલધારીઓ બન્યા બેઘર

કોણ છે કે મનીષ ગુરવાની?

31મી જુલાઈ, 1992માં જન્મેલા મનીષ ગુરવાની 2014ની બેંચના ગુજરાત કેડરના આઈએએસ છે. તેઓ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહાર ગામના રહેવાસી છે.

તેમની પત્નીનું નામ પલ્લવી છે. BITS પિલાનીમાંથી ગણિતમાં MSc (Hons) અને પછી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં BE પૂર્ણ કર્યા પછી તેમની સિવિલ સર્વિસીસ પાસ કરીને આઈએએસ બન્યાં છે. અત્યારે તેઓ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર છે.

આ પહેલા તેઓ તેમના પ્રોબેશન સમયગાળા દરમિયાન ભુજમાં SDM રહી ચૂક્યા છે. ભુજમાં પણ તેમણે દબાણ દૂર કરવા માટે મહત્વની કામગીરી કરી હતી. ગાંધીધામમાં કરેલા કામના અત્યારે ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button