ગાંધીનગરથી કેદારનાથ જતા પાંચ યુવકોને નડ્યો અકસ્માત, 4ના મોત, 1 ગંભીર

ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગરના ચાર લોકોને કેદારનાથ જતી વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં અકસ્માતન નડ્યો. ગુજરાતના આ યુવકો કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં થયેલા ભયાનક અકસ્માતથી તેમના પરિવારોને શોકમાં ડુબાડી દીધા. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરીને ઘાયલોની સારવારના આદેશ આપ્યા છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે સોમવારે મુઝફ્ફરનગરના છાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ઈનોવા કાર ફ્લાયઓવર પરથી ખેતરમાં ખાબકી હતી. આ કારમાં ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા પાંચ મિત્રો સવાર હતા. હાદસામાં ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
અકસ્માતનું કારણ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારની ઝડપ ખૂબ વધારે હતી, અને ફ્લાયઓવર પરના વળાંકને કારણે ડ્રાઈવરે કાર પર કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કારે રેલિંગ તોડીને ખેતરમાં પડી ભાંગી હતી, જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ. પોલીસે જણાવ્યું કે કાર પર ગુજરાતી ભાષામાં ભાજપનું ફ્લેગ લાગાવવામાં આવ્યો હતો, જેના આધારે મૃતકોની ઓળખ કરવામાં આવી.
પોલીસ તપાસ અને સરકારી પ્રતિક્રિયા
આ ભયાનક અકસ્માતમાં જીગ્નેશ, કરણ, અમિત અને વિપુલના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત યુવક સરગાસણનો રહેવાસી છે. પોલીસે પરિવારોને જાણકારી આપીને તપાસ શરૂ કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલની સારવાર માટે જિલ્લા પ્રશાસનને સૂચના આપી છે, અને શોકસંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો…કેદારનાથમાં ફરી મોટી દુર્ઘટના, ભૂસ્ખલન થતાં બે શ્રદ્ધાળુઓના મોત, ત્રણ ઘાયલ