ગાંધીનગર

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા; અમુક મંત્રીનાં કપાઈ શકે છે પત્તા…

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનાં સત્રની પૂર્ણાહુતી બાદ હવે ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) નવા જૂનીની ચર્ચા શરૂ થઈ છે. એપ્રિલનાં પહેલા જ અઠવાડિયામાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે ચર્ચાએ જોર પકડયું છે. હાલમાં મુખ્ય પ્રધાન સહિત કેબિનેટમાં કુલ 9 પ્રધાનો છે. જ્યારે રાજ્યકક્ષાના 8 પ્રધાનો સહિત મંત્રીમંડળનું કદ 17નુ છે.

આ પણ વાંચો…Gujarat ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ની યજમાની કરશે…

મંત્રીમંડળનું વિસ્તરશે કદ
સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાનાં સત્ર પૂર્ણ થયા બાદ એપ્રિલ માસના પહેલા જ અઠવાડિયામાં રાજ્ય સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી ચર્ચા જાગી છે. વર્તમાનમાં ગુજરાત સરકારનાં મંત્રીમંડળની વાત કરવામાં આવે તો મુખ્ય પ્રધાન સહિત 8 કેબિનેટ પ્રધાનો છે અને 8 રાજ્ય કક્ષાના પ્રધાનો છે. જો કે હવે આગામી વિસ્તરણમાં મંત્રીમંડળનાં કદને પણ વધારવામાં આવી શકે છે.

કોંગ્રેસનાં નેતાઓને મળશે સ્થાન
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરેલા નેતાઓને પાર્ટીએ આપેલા વાયદા પૂર્ણ કરવા માટે આ વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આ મુદ્દે ભાજપનાં નેતાઓમાં અસંતોષ છે અને કોંગી નેતાઓને વધુ પડતું મહત્વ આપવામાં આવતું હોવાનાં લીધે ઘણી વખત તેમનો અસંતોષ પણ સામે આવી ચૂક્યો છે. તે ઉપરાંત પાર્ટીની સામે પડકાર બની રહેલા નેતાઓનાં અસંતોષને પણ ડામવા માટે પગલાં લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો…ગુજરાત સરકારનો મિલકતના દસ્તાવેજ નોંધણીનો આ નિયમ 1 એપ્રિલથી થશે લાગુ…

મંત્રીઓનાં નામનું પત્તુ કપાશે?
એ પણ ખાસ નોંધાવું રહ્યું કે મંત્રીમંડળનાં વિસ્તરણથી ઘણા મંત્રીઓનાં નામનું પત્તુ કપાઇ શકે છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે આ નવાજૂનીનો અણસાર ઘણા નેતાઓને આવી ગયો છે. મૂળ કોંગ્રેસનાં જ નેતાઓનાં નામ કટ થાય તેવી શક્યતા છે અને તેના સ્થાને જ સીજે ચાવડા અને અર્જુન મોઢવાડીયાને સ્થાન મળી શકે છે. જો કે ભાજપ હાલ પ્રદેશ પ્રમુખનાં નામની પસંદગીમાં પણ મુંજવણમાં હોય આગામી દિવસોમાં મંત્રીમંડળનાં વિસ્તરણ બાબતે શું નિર્ણય એવાય છે તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button