ધોળાવીરા પહોંચવું હવે થશે વધુ સરળ; નીતિન ગડકરીએ કચ્છ માટે કરી મોટી જાહેરાત

ગાંધીનગર: કચ્છના હડપ્પન યુગના પુરાતત્વીય સ્થળ ધોળાવીરાના પ્રવાસે જનારા લોકો અને કચ્છના લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. સાંતલપુર અને ધોળાવીરા જોડતા 106 કિલોમીટરના નેશનલ હાઇવે (Santalpur-Dholavira National Highway)ને દ્વિ માર્ગીય એટલે કે ટૂ લેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી(Nitin Gadkari)એ કરી મહત્વપૂર્ણ જાહેરાત છે. નોંધનીય છે કે હાલમાં આ નેશનલ હાઇવે એક લેનનો હોવાને કારણે ધોળાવીરાની મુલાકાતે જતા પ્રવાસીઓના વાહનો અને અન્ય ભારે વાહનોના પરિવહનમાં ખુબ જ અગવડ પડી રહી છે, જેને કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યય થાય છે. અ અગવડને દુર કરવા આ મહત્વપૂણ નિર્ણય કરવામાં આવ્યો છે.
106 કિલોમીટરના નેશનલ હાઇવેને દ્વિ માર્ગીય બનવવાનું કામ પૂર્ણ થયા બાદ પ્રવાસીઓ વધુ સરળતાથી ધોળાવીરા પહોંચી શકશે. આ નેશનલ હાઇવેને દ્વિમાર્ગીય કરવા માટે 575 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ધોળાવીરા દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેદ્ર:
નોંધનીય છે કે કચ્છના હડપ્પન યુગના પુરાતત્વીય સ્થળ ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે અહીં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન તરફથી હોટેલ્સ, કાફેટેરિયા અને ટુરિસ્ટ લાઉન્જ જેવી સુવિધાઓ વિકસાવી છે.
રોડ ટુ હેવન:
અહીંનું બીજું એક આકર્ષણનું કેન્દ્ર ઘડુલીથી સાંતલપુર સુધીના નેશનલ હાઈવેનો 30 કિલોમીટરનો ભાગ છે, જેને “રોડ ટુ હેવન” (Road to Heaven Kutch) તરીકે ઓળખવામાં આવે છે. આ રસ્તો કચ્છના રણમાંથી પસાર થાય છે. આ રોડની બંને બાજુ મીઠાંનું બનેલું સફેદ રણ આવેલું છે, જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી મીઠાંની સફેદ ચાદર પથરાયેલી જોવા મળે છે. ખાસ કરીને પૂર્ણિમાની રાત્રે જ્યારે મીઠાંનું આ વિશાળ મેદાન ચંદ્રના પ્રકાશને કારણે ઝળહળતું હોય ત્યારે આ રોડ પરથી પસાર થવું એ આહલાદક અનુભવ હોય છે, માટે આ માર્ગને “રોડ ટુ હેવન” કહેવામાં આવે છે.
આ પણ વાંચો…‘રણ નહીં, ગુજરાતનું તોરણ છે કચ્છ’ વડાપ્રધાન મોદીએ કચ્છી લોકોના ખમીરને બિરદાવ્યું,