ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: 700થી વધુ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: 700થી વધુ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે

ગાંધીનગર: ગત મે મહિનામાં અમદાવાદના ચંડોળા તળાવ પાસે મેગા ડિમોલીશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ડિમોલીશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ આજે ગુરુવારે સવારે અધિકારીઓ સંખ્યાબંધ બુલડોઝર સાથે સાબરમતી નદીના કિનારે આવેલા કેટલાક વિસ્તારોમાં પહોંચ્યા હતાં, કોઈ અનિચ્છનિય ઘટના ના બને એ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અહેવાલ મુજબ સરકારી જમીન પર બનેલા 700 થી વધુ બાંધકામો તોડી પાડવા માટે આ ડિમોલીશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ડિમોલીશનના સ્થળે પહોંચ્યા છે. ડિમોલીશનના સ્થળે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધીનગરના GEB, પેથાપુર, ચરેડી વિસ્તારોમાં સરકારી જમીન પર કરવામાં આવેલું દબાણ મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાંધકામો ગેરકાયદે હોવા અને જગ્યા ખાલી કરવા અંગે અગાઉ ઘણી વખત નોટીસ મોકલવામાં આવી હતી.

લોકોનો ભારે વિરોધ:
આ ડિમોલીશનનો વિરોધ કરવા પેથાપુરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. પોલીસ અધિકારીઓ લોકોને ડિમોલીશનના સ્થળેથી દુર રાખવા પ્રયાસ કરી રહ્યા છે. લોકોના વિરોધને કારણે વાતાવરણ તંગ બન્યું.

અહેવાલ મુજબ ડિમોલીશ કરતી વખતે એક બુલડોઝર પલટી ગયું, જો કે કોઈને ઈજા થઈ ન હતી.

આપણ વાંચો:  નવરાત્રિમાં લુખા તત્વોને અટકાવવા પોલીસનો એક્શન પ્લાન, સિવિલ ડ્રેસમાં she ટીમ રહેશે તૈનાત

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button