સરકારનો યુટર્નઃ ગુજરાતમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો વચગાળાનો નિર્ણય રદ, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર | મુંબઈ સમાચાર

સરકારનો યુટર્નઃ ગુજરાતમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો વચગાળાનો નિર્ણય રદ, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ગાંધીનગરઃ ગુજરાતમાં પહેલા વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી હવે એ જ નિર્ણયને ફરી બદલી દેવાની ફરજ પડી છે. ગુજરાત સરકારે જે નિવૃત શિક્ષકોની ભરતી કરવાનો જે નિર્ણય કર્યો હતો તેને અનેક લોકોએ મનસ્વી ગણાવ્યો હતો. હવે આ સરકારે આ નિર્ણય રદ કર્યો છે. ગુજરાત શિક્ષણ વિભાગે નિવૃત શિક્ષકોની ભરતી કરવાનો જે નિર્ણય કર્યો હતો તેને ફરી એક નવો પરિપત્ર જાહેર કરીને રદ કરી દીધો છે.

નિવૃત શિક્ષકોની ફરી ભરતી કરવાનો નિર્ણય રદ કરાયો

ગુજરાતમાં જે શિક્ષકોની ખૂબ જ ઘટ છે તેમાં કોઈ બે મત નથી. જેથી વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓને ભરવા માટે સરકારે નિવૃત શિક્ષકોની ફરી ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણય મનસ્વી હતો કે, કારણે અનેક યુવા શિક્ષકો લાઈનમાં હોવા છતાં પણ નિવૃત શિક્ષકોની ભરતી કરવાનો શા માટે નિર્ણય લેવામાં આવ્યો તે એક મોટો પ્રશ્ન છે. આ ખાલી જગ્યાઓમાં ભરતી કરવા માટે સરકારે નવા શિક્ષકોની જગ્યાએ નિવૃત શિક્ષકોને વિદ્યાસહાય તરીકે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: ધોરણ 1 થી 5 ની 7000 શિક્ષકોની ભરતી રદ, મેરિટ ગણતરીમાં ગડબડ થવાથી લેવાયો નિર્ણય!

લોકોના વિરોધના કારણે સરકારે નિર્ણય બદલવો પડ્યો

આવો નિર્ણય લેવામાં આવતા લોકો ખૂબ જ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ મામલે વિપક્ષે પણ સરકારની આલોચના કરી હતી. જૂના પરિપત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે તે માટે આ ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સરકારના આ નિર્ણયની ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. કારણે તે નિર્ણયના કારણે હજારો-લાખો યુવાઓના સપના રોળાઈ રહ્યાં હતા. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો તેના કારણે સરકારે તે ભરતીના નિર્ણયને રદ કરવાની ફરજ પડી છે. જેની અત્યારે પરિપત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button