ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આવતીકાલે રાજ્યની હોસ્પિટલોમાં યોજાશે મોક ડ્રીલ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 265 છે. જેમાંથી 11 હોસ્પિટલમાં છે અને 254 હોમ આઈસોલેશનમાં છે. આજે 26 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની તાકીદની બેઠક યોજાઈ હતી. કોરોના કેસ વધતાં આરોગ્ય પ્રધાને અધિકારીઓને મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.
આપણ વાંચો: ભારતમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો: દિલ્હીમાં 23 નવા કેસ, રાજ્યો એલર્ટ…
આવતીકાલે રાજ્યની હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાશે. જેમાં આઈસોલેશન વોર્ડમાં ઓક્સિજન પ્લાન્ટની કરાશે મોક ડ્રીલ કરાશે. એક જ દિવસમાં કોરોનાના 68 કેસ નોંધાતા આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો હતો.
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસ સામે ડરવાની બિલકુલ જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવી જોઇએ.
અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ, પણ કોઈ એવી સ્થિતિ નથી અને વાઇરસનો વેરિયન્ટ ખતરનાક નથી એટલે હજુ કોઈ એસઓપી બનાવી નથી. જો કોઈ લક્ષણો જોવા મળે તો પરિવાર કે અન્ય કોઈને ચેપ ન લાગે એ માટે પોતાને આઈસોલેટ કરી લેવા જોઇએ. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે લક્ષણો જણાય ત્યારે તરત મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઈએ.