ગાંધીનગર

ગુજરાતમાં એસસી-એસટી-ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો કોંગ્રેસનો દાવો

ગાંધીનગરઃ ગુજરાત સરકાર એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજોને બજેટ ફાળવણીમાં સતત અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે અને પછાતના પછાત જ રહે તેવી રીતે શાસન કરી રહી હોવાનું વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધતા રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “ઓબીસી સમાજ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના યુવાનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ દસ જેટલા બોર્ડ નિગમો કાર્યરત છે. તેમણે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે દર વર્ષે બજેટની ફાળવણીમાં સરકાર એસી-એસટી-ઓબીસી અને લઘુમતી સમાજને અન્યાય કરે છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર બજેટમાં એસસી, એસટી અને ઓબીસી બોર્ડ નિગમોને માટે ફાળવણી કરે છે પણ તે વપરાયા વિનાની રહે છે, જ્યારે બિનઅનામત આયોગને ખૂબ વધારે ફાળવણી કરવામાં આવે છે.

આપણ વાંચો: ST કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નોકરી દરમિયાન મૃત્યુ થાય તો મળશે આટલા લાખની સહાય

સાઈકલ સહાયનો મુદ્દો પણ ગાજ્યો

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા યોજાઈ હતી જેમાં સાઈકલ સહાયનો મુદ્દો પણ ગાજ્યો હતો. સરસ્વતી સાધના યોજના સાઈકલ સહાય મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સરસ્વતી સહાય યોજનામાં વિદ્યાર્થીને ફાળવવામાં આવતી સાયકલ અંગેના પ્રશ્નો પૂછ્યા હતા.

તેના જવાબમાં હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો કે, સરકાર દ્વારા નવમા ધોરણની વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાઈકલની ફાળવણી કરવામાં આવે છે. આ વર્ષે સાઈકલના વિતરણ સમયે વરસાદના કારણે કાટ લાગ્યો હતો. લાખોની સંખ્યામાં સાયકલો આવતી હોવાથી તેને ગોડાઉનમાં મૂકી ન શકાય એટલે કાટ લાગ્યો હતો. તેને ફરીથી રંગ કરીને આપવામાં આવી છે.

આપણ વાંચો: મહિલાઓને સ્વાવલંબી બનાવવા ગુજરાત સરકારની યોજના જાણો, બે લાખ સુધીની લોન પણ આપે છે

આંકલાવ સરકારી પડતર જમીનને મુદ્દે CMને પત્ર

અમિત ચાવડાએ આણંદ જિલ્લાના આંકલાવ ખાતે સરકારી પડતર જમીન સંસ્થાને ફાળવવા માટેના હુકમને રદ કરવા તેમજ તે જમીન પર GIDC સ્થાપના કરવા મુખ્ય પ્રધાનને પત્ર લખીને માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કહાનવાડી ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે અને નદીમાં પૂર આવે ત્યારે પાણીમાં ગરકાવ થઈ જાય છે.

તેમણે કહ્યું કે આ જમીન લોકોના કલ્યાણને બદલે અમુક ધાર્મિક સંસ્થાને આપી દેવામાં આવી. સરકારે કરોડોની જમીનને પાણીના ભાવે વેચી દેવામાં આવી હોવાનો વિરોધ પક્ષે દાવો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે શૈક્ષણિક સંકુલ બનાવવા માટે 200 વીઘા જગ્યા શું કામ જરૂર છે તે અંગે પણ પ્રશ્ન કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button