ગાંધીનગર

વિદ્યાર્થીઓની આતુરતાનો અંતઃ આવતીકાલે બારમા ધોરણનું પરિણામ જાહેર થશે

સવારના સાડા દસ વાગ્યે વેબસાઈટ પર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું જાહેર થશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

આ વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓ પણ પરિણામ જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે બોર્ડના પરિણામને લઈ ખુશીના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આવતીકાલે બોર્ડની વેબસાઇટ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.

આપણ વાંચો: ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ; આજથી DEO ડમી વિદ્યાર્થીઓ શોધશે…

સવારે 10.30 વાગ્યે બોર્ડની વેબસાઇટ પરિણામ જાહેર થશે

ધોરણ 12 ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 10.30 વાગ્યે બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. એટલું જ નહીં પરંતુ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલશો તો પણ તણે પરિણામ મેળવી શકશો. રાજ્યના શિક્ષણ પ્રધાન દ્વારા આની સત્તાવાર જામકારી આપવામાં આવી હતી

શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે એક્સ પોસ્ટ કરી આપી જાણકારી

પરિણામની જાહેરાત કરતા શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે લખ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તારીખ 05/05/2025 ના રોજ સવારે 10:30 કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટજાહેર કરવામાં આવશે.

આપણ વાંચો: GSHSEB Election: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી, બે બેઠકો પર જામશે પ્રતિષ્ઠાનો જંગ

સુધારા-વધારા માટે પછીથી તારીખ જાહેર કરવામાં આવશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button