વાવની બેઠક પર જીત બાદ પાટીલે કહ્યું કે ભાજપના પાવરે માવજીભાઈને ધૂળ ચાટતા કર્યાં…
ગાંધીનગર: ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ ચૂક્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ બેઠકમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 2442 મતની સરસાઈથી હાર આપી છે.
ભાજપમાં બળવો કરીને અપક્ષથી ઉમેદવારી નોંધાવનારા ભાજપના જ પૂર્વ નેતા માવજી પટેલને પણ 27,000થી વધુ મત મળ્યા હતા. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને માવજી પટેલને લઈને નિવેદન આપ્યું હતું.
મતદારોને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ
સી. આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, “મહારાષ્ટ્ર અને ઝારખંડ તેમ જ વાવ બેઠકના મતદારોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે ભાજપના કામો અને કાર્યકર્તાઓને કારણે જીત મળી હોવાનું જણાવ્યું હતું.
આપણ વાંચો: વાવ વિધાનસભા પેટાચૂંટણી પરિણામઃ ત્રિપાંખિયા જંગમાં કમળ ખીલ્યું, ગુલાબ સિંહની હાર
પાટીલે કોંગ્રેસ અને માવજી દેસાઇ પર આરોપ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે ત્રિપાંખિયો જંગ ઊભો કરવા માટે ભાજપમાંથી એક વ્યક્તિને માવજીભાઈને ઊભા કરવામાં આવ્યા હતા. તેમણે પાવરની વાત કરી હતી, પરંતુ ભાજપના કાર્યકર્તાઓના પાવરે માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા હતા.
કોંગ્રેસનું હારવું નિશ્ચિત હતું
તેમણે કહ્યું હતું કે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું જીતવું નિશ્ચિત હતું. લોકસભાની ચૂંટણીમાં પણ વાવની જનતાએ ગેનીબેનને નકારી કાઢ્યા હતા, વાવ બેઠક પર તેમને માઇનસમાં મત મળ્યા હતા. 2017ના પણ તેમની કામગીરીથી પ્રજા નારાજ હતી. આથી તેમનું હારવું નિશ્ચિત હતું.