ગાંધીનગર

Breaking News : BZ કૌભાંડના મુખ્ય આરોપી Bhupendra Zala ની મહેસાણાથી ધરપકડ

ગાંધીનગર: ગુજરાતમાં કથિત 6 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાની(Bhupendra Zala)પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તેની મહેસાણાના એક ગામમાંથી બાતમીના આધારે ઝડપી લીધો છે. જેમાં ધરપકડ બાદ સીઆઈડી ક્રાઈમ તેને મહેસાણાથી ગાંધીનગર લાવશે.

ભૂપેન્દ્ર ઝાલાના મોટાભાઈ રણજિત ઝાલાની ગુરુવારે ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે, રૂપિયા 6,000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના મોટાભાઈ રણજિત ઝાલાની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ગ્રોમોર કેમ્પસમાંથી ગુરુવારે ધરપકડ કરી હતી.

સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીઆઈડી ક્રાઇમે 360 કરોડના બેંક વ્યવહારો સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડાનો ઘટસ્ફોટ કોર્ટમાં કર્યો હતો. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52,00,00,000 રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યા છે.

આપણ વાંચો: 6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝટકો; હાઇકોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

કેશ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી

સીઇડી ક્રાઇમે ત્યાં સુધી પકડાયેલા 6 આરોપી મામલે ઘડાકો કરતા કહ્યું હતું કે આ કૌભાંડમાં વિવિધ 6 લોકોની ભૂમિકા અને તેમની સાથે સંકળાયેલી વિગતો મળી હતી. મળતી માહિતી મુજબ રાહુલ રાઠોડ મહિને 10 હજાર પગારથી BZ ઓફિસમાં નોકરી કરતો હતો. તેના બેંક ખાતામાંથી અત્યાર સુધી 10,91,472 અને કેશ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી છે.

બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 હજારનું ટ્રાન્ઝેક્શન મળ્યું

પકડાયેલા બીજા આરોપી વિશાલ ઝાલા બીઝેડ ઓફિસમાં 12,500 પગારથી નોકરી કરતો હતો. તેના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ હેરફેર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે. ત્રીજો આરોપી રણવીર ચૌહાણ બીઝેડ ઓફિસમાં 12,000 પગારદાર હતો અને ત્યાં 4 મહિનાથી નોકરી કરતો હતો. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 હજારનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે.

આપણ વાંચો: સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી

ચોથો આરોપી સંજય પરમાર બીઝેડ ઓફિસમાં 7000ના માસિક વેતન પર 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરતો હતો. તેના બેંક એકાઉન્ટમાંથી 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે.

ટ્રાન્ઝેક્શન માટે તેના જ કર્મચારીઓનો ઉપયોગ કર્યો

પાંચમો આરોપી દિલીપ સોલંકી બીઝેડ ઓફિસમાં 10 હજાર પગારથી પર 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરતો હતો. તેના બેન્ક ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ હેરફેર મળી આવી છે.

છઠ્ઠો આરોપી આશિક ભરથરી બીઝેડ ઓફિસમાં 7000 પગાર લેતો હતો અને સફાઈનું કામ કરતો હતો. તેના બેંક ખાતામાંથી 8400 અને 44,98,000 રોકડ હેરફેર અને 8,04,620 આંગડિયાની હેરફેર મળી આવી છે. ભૂપેન્દ્ર ઝાલાએ કરોડોના ટ્રાન્ઝેક્શન માટે તેના જ કર્મચારીઓનો ઉપયોગ કર્યો હોવાની વિગત સામે આવી હતી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button