ગાંધીનગર

ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેની સહાયમાં થયો વધારો

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એવી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવી સુવિધા યુક્ત કચેરીઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ સંદર્ભમાં રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જર્જરીત છે તેવી તેમ જ પંચાયત ઘર વિહોણી હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘરના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં માતબર વધારો કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Budgetને આવકાર્યું, કહ્યું વિકસિત ગુજરાતનું બજેટ

સુવિધા યુક્ત કચેરીઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ નિર્ણય

આ સાથે સાથે નવીન ગ્રામ પંચાયત ઘર સાથે તલાટી કમ પ્રધાન આવાસ પણ બનાવીને ગ્રામીણ સ્તરે તલાટીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાનો પણ ગ્રામ્ય હિતકારી અભિગમ અપનાવ્યો છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તદ્અનુસાર, રાજ્યમાં 10 હજાર કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયત ઘર નિર્માણ માટે અગાઉ જે 27 લાખ રૂપિયા આપવામાં આવતા હતા તે રકમમાં વધારો કરવામાં આવ્યો હવે રૂપિયા 40 લાખની મહત્તમ મર્યાદા નિયત કરવામાં આવી છે.

આપણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને વધાવ્યાં

ગ્રામપંચાયતના બાંધકામ માટે મળતી સહાયમાં કરાયો વધારો

હવે 5 થી 10 હજાર સુધીની વસ્તી વાળા ગામોમાં આવા પંચાયત ઘરો બનાવવા માટેની મહત્તમ યુનિટ કોસ્ટ 22 લાખના સ્થાને રૂપિયા 34.83 લાખ તેમજ 5 હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામો માટે નવીન પંચાયત ઘર નિર્માણ માટે વધુમાં વધુ રૂપિયા 17 લાખની સહાયની જગ્યાએ હવે રૂપિયા 25 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આ સાથે સાથે રાજ્યના તાલુકા પંચાયતોની કચેરીઓના બાંધકામ માટેની પ્રવર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે રૂપિયા 3 કરોડ 10 લાખને બદલે પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલ ખરેખર ખર્ચ તે બન્નેમાંથી જે ઓછું હશે તે રકમની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આપણ વાંચો: અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સર્જિકલ રોબોટનું લોકાર્પણ…

જિલ્લા પંચાયત કચેરીઓના મકાનના બાંધકામ માટેની રકમ પણ વધારો

આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પંચાયત કચેરીઓના મકાનના બાંધકામ માટેની યુનિટ કોસ્ટમાં પણ વધારો કરવાના જાહેરાત કરી છે. જિલ્લા પંચાયતને તેના નવીન મકાનના નિર્માણ માટે 38 કરોડ રૂપિયાને બદલે 52 કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ અનુદાન રાજ્ય સરકાર આપશે.

આ નિર્ણયના કારણે ગ્રામીણ સ્તરથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થતાં લોકોને પણ સરળતા થશે અને વધુ સુદ્રઢ સેવા માળખું મળતું થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button