ગાંધીનગર

Ahmedabad -રાજકોટ નેશનલ હાઇવેનો વિકાસ કરાશે, રૂપિયા 3350 કરોડનો ખર્ચ  છ માર્ગીય બનાવાશે

ગાંધીનગર : ગુજરાત સરકાર રોડ કનેક્ટિવિટીને લઇને સતત પ્રયત્નશીલ છે. જેમા અમદાવાદ(Ahmedabad) રાજકોટ વચ્ચે સતત વધી રહેલા ટ્રાફિકના પગલે નેશનલ હાઇવે વધુ સુવિધાયુક્ત બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

જે અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે રૂપિયા 3350 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કુલ 201.33 કિ.મી. લાંબા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી પ્રથમ તબક્કામાં હાથ ધરવામાં આવેલ 197 કિ.મી.માંથી 193 કિ.મી. એટલે કે 98 ટકા કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરવામાં આવી છે.

આપણ વાંચો: મુંબઈમાં ઈસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટીવાળા રે રોડનો કેબલ બ્રિજ ત્રણ મહિનામાં શરુ થશે

ઇંધણમાં અંદાજિત 10 થી 15 ટકા સુધીની બચત થશે

અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ બાદ નાગરિકોના મુસાફરી સમયમા અંદાજે 30 થી 45 મિનિટ સુધીની બચત સાથે કુલ મુસાફરી સમય ઘટીને 2.32 કલાકનો થવાનો અંદાજ છે. જેના પરિણામે વાહનોના ઇંધણમાં અંદાજિત 10 થી 15 ટકા સુધીની બચત થશે.

આપણ વાંચો: ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ Palitana ના વિકાસને વેગ મળશે, સરકારે 52 કરોડ મંજૂર કર્યા

4 સ્ટ્રકચરની કામગીરી પ્રગતિ હેઠળ

આ પ્રોજેકટ વિશે વધુ માહિતી આપતા મંત્રીએ કહ્યું કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ ૩૮ ફલાયઓવર-અન્ડરપાસના સ્ટ્રકચરની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી ૩૪ ફલાયઓવર-અન્ડરપાસ સ્ટ્રકચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ 4 સ્ટ્રકચરની કામગીરી પ્રગતિ હેઠળ છે.

અકસ્માતમાં આશરે 41 ટકાનો ધટાડો

આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરતા વારંવાર અકસ્માત થતા હોય તેવા બ્લેક સ્પોટના સ્થળે વર્ષ 2019ની સાપેક્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ અકસ્માતમાં આશરે 41 ટકાનો ધટાડો થયો છે. આ રસ્તા પર કુલ 34 બ્લેક સ્પોટ હતા જે પૈકી હાલમાં કુલ 31 બ્લેક સ્પોટનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી ૩ જેટલા બ્લેક સ્પોટનો ઝડપથી નિકાલ કરાવમાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button