ગાંધીનગર

ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં 415 માતાઓએ 449 બાળકોને આપ્યું નવજીવન

ગાંધીનગર: બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેવી રાજ્ય સરકારની વ્યવસ્થા એટલે ‘હ્યુમન મિલ્ક બેંક’.

રાજ્યના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેંક તરીકે ઓળખાતી આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે.

રાજ્યમાં કાર્યરત ‘હ્યુમન મિલ્ક બેંક’ માં અત્યાર સુધીમાં 15,820 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે. જેનો અંદાજે 12,403 બાળકોને લાભ અપાયો છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2021થી આવી જ એક હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ બેંકમાં અત્યાર સુધી કુલ 415 માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી 449 બાળકોને નવજીવન મળ્યું છે. આ બેંકમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1,020 લીટર દૂધ એકત્ર કરાયું છે.

આ પણ વાંચો: માતાનું પ્રથમ દૂધ શિશુ માટે પ્રથમ રસીકરણ: આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ NHM અંતર્ગત રાજ્યના ચાર શહેર સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં નવી ચાર હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક શરૂ કરવાની મંજૂરી મળી છે.

[bold]ચાલો જાણીએ આ પહેલ વિશે:

માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનું દૂધ લેવામાં આવે છે
સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે.

આ પણ વાંચો: દેશી ગાયનું રોગપ્રતિકારક દૂધ

[bold]માતાના દૂધને છ મહિના સુધી સાચવી શકાય:

આ ડોનેટ કરેલા દૂધને પેશ્યરાઈઝ્ડ કરી તેનું રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રીપોર્ટ માટે મોકલાય છે. દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં -18 થી -20 ડિગ્રી તાપમાને સ્ટોર કરાય છે. સામાન્ય રીતે 125 MLની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત છ માસ ચાલે છે.

[bold]દૂધના દાનથી ધાત્રી માતાના શરીરને કોઈ નુકસાન નથી:

ઘણી માતાઓને પોતાનું બાળક ધરાઈ જાય તો પણ વધે એટલું ધાવણ આવતું હોય છે. આથી વધારાના ધાવણનું જે બાળકો કોઈપણ કારણસર માતાના દૂધથી વંચિત છે તેમના માટે દાન કરી શકે છે, એટલે કે આ બેંકમાં જમા કરાવી શકે છે. રકતદાનની જેમ જ દૂધની દાતા માતાના શરીરને તેનાથી કોઈ જ નુકશાન થતું નથી. માતાના દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?