ઉત્તરાયણ નિમિત્તે બનાસકાંઠાની શાળાઓના સમયમાં ફેરફાર, આવતીકાલે સ્કૂલ સવારની રહેશે

બનાસકાંઠાઃ ઉત્તરાયણના પર્વની લઈને ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે એ સ્વાભાવિક વાત છે, તેમાંય બાળકોને પણ પતંગ ચગાવવાનો ઉત્સાહ છે, જેથી આ પર્વને ધ્યાનમાં રાખતા બનાસકાંઠામાં ઉત્તરાયણના એક દિવસ પહેલા એટલે કે તારીખ 13 જાન્યુઆરીએ જિલ્લાની તમામ શાળાઓમાં સમય સવારનો રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. તારીખ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ અને 15 જાન્યુઆરી બીજા દિવસ પણ રજા જાહેર કરવામાં આવી હોવાના કારણે આવતીકાલે શાળા વહેલી કરવામાં આવી છે.
14 અને 15 જાન્યુઆરીના રજા જાહેર કરવામાં આવી
પરિપત્ર પ્રમાણે વાત કરવામાં આવે તો, તારીખ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ અને તારીખ 15 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પછીના બીજા દિવસની રજા જાહેર કરવામાં આવેલી હોવાના કારણે તેના આગળના દિવસે એટલે કે આવતીકાલે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જરૂરી ખરીદી કરી શકે તે માટે આર.ટી.ઈ. એક્ટ-2009 અને આર.ટી.ઈ. રૂલ્સ -2012 અંતર્ગત નિયમોને આધિન કામના કલાકો ધ્યાનમાં રાખી 13 જાન્યુઆરી મંગળવારના રોજ શાળાઓનો સમય સવારનો રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલા રેલવેએ જાહેર જનતાને કરી મહત્ત્વની અપીલ
પ્રજ્ઞા તાલીમનો સમય 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી યથાવત્
બનાસકાંઠાના દરેક શાળાઓમાં 13 જાન્યુઆરીએ શાળાનો સમય સવારનો રહેશે પરંતુ પ્રજ્ઞા તાલીમનો સમય 10 વાગ્યાથી પાંચ વાગ્યાનો યથાવત રહેશે. તે બાબતે નોંધ લેવા માટે કહેવામાં આવ્યું છે. આ પરિપત્ર તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને તમામ બીઆરસી ઓફિસરનો મોકલી દેવામનાં આવ્યો છે. આ નિર્ણયના કારણે બાળકોમાં ખુશીઓ જોવા મળશે. કારણ કે, તહેવારોનો મોટા લોકો કરતા બાળકોને વઘારે ઉત્સાહ હોય છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ તેના વિશે હજી ચોક્કસ જાણકારી મળી નથી.



