બનાસકાંઠા

પાયમાલ થઈ ગયેલા વેપારીએ વીમા માટે પોતાના જ મૃત્યુનું નાટક રચ્યું પણ પોલીસે…

બનાસકાંઠાઃ કહેવાય છે કે ભૂખ્યો માણસ ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય. આર્થિક સંકડામણમાં માણસને રસ્તો ન જડે અને તે ખોટો રસ્તો પણ પકડી લે. ભલે મજબૂરીમાં ભર્યુ હોય પણ ખોટું પગલું કાયદાની દૃષ્ટિએ ગુનો જ હોય છે.

આવો જ એક કિસ્સો ગુજરાતના બનાસકાઠામાં બન્યો છે. અહીં એક હોટેલમાલિકે દેવું થઈ જતા પોતાની જાતને જ મૃત જાહેર કરવાની અને વીમાની રકમ મેળવી લેવાની યોજના બનાવી હતી અને તેને અમલમાં પણ મૂકી, પરંતુ પોલીસ તેના સ્ટોરી પ્લોટમાં વિલન બની અને હવે તેની સામે કાર્યવાહી થઈ રહી છે.

મીડિયા અહેવાલ અનુસાર દલપત સિંહ પરમાર નામના હોટેલમાલિકના ત્રણ મદદનીશોને પોલીસે પકડ્યા છે અને કથિત મુખ્ય આરોપીને પકડવા ટીમ રવાના કરી છે.

આપણ વાંચો: કેમ તૂટી રહ્યો છે આ સ્નેહસંબંધ, આર્થિક-સમાજિક કારણો સાથે સોશિયલ મીડિયા પણ જવાબદાર?

દલપત સિંહે હોટેલ બનાવવા માટું દેવું કર્યુ હતું, પરંતુ ખોટ જતા તે મુશ્કેલીમાં મુકાયા. ત્યારબાદ તેમણે પોતાના રૂ. 1.5 કરોડના વીમાની રકમ મેળવવા એક પ્લાન બનાવ્યો.

તેમણે એક ચાર દિવસ મહિના પહેલા યુવકની લાશ સ્માશાનમાંથી બહાર કાઢી અને તેને કારમાં લઈ જઈ કારને સળગાવી અને પોતે મરી ગયો હોય તે રીતની વાત વહેતી કરી. પરિવારે પણ તેમાં સાથ આપ્યો. જોકે પોલીસને શક ગયો અને પરિવારના સભ્યો સાથે નમૂના મેચ કરતા વ્યક્તિ દલપતસિંહ ન હોવાનું જાણવા મળ્યું.

ત્યારબાદ આ આખી યોજના બહાર આવી. કથિત આરોપીનો પ્લાન હતો કે તેના મૃત્યુની ખબર ફેલાશે અને તે દરમિયાન તે ગાયબ રહેશે. ત્યારબાદ પરિવારને વીમાની રકમ મળતા તે ફરી આવશે. જોકે આવું કંઈ થયું નહીં અને હવે પોલીસ તેને શોધી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button