બનાસકાંઠા

ફટાકડા વેચવાના લાયસન્સ પર ધમધમી રહી ફટાકડાની ફેક્ટરી? તપાસમાં સામે આવ્યાં અનેક તથ્યો

ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની જેમાં 21 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનાને કથિત રીતે હત્યાકાંડ પણ કરી શકાય, કારણ આ ફેક્ટરી ગેરકાયદેસ રીતે ચાલી રહી હતી. આના માટે કોણ જવાબદાર છે? વિગતો એવી પણ સામે આવી છે કે, આરોપીઓ પાસે માત્ર ફટાકડા વેચવાનું જ લાયસન્સ હતું! ફટાકડા વેચવાના લાયસન્સ પર આરોપીઓ ફટકડાની ફેક્ટરી ચલાવી રહ્યાં હતાં. શું આ વાતની તંત્રને કે, તંત્રના અધિકારીઓને નહીં હોય? આ વિચારવા જેવી બાબત છે. આરોપીનું નામ આ પહેલા પણ પોલીસના ચોપડે નોંધાઈ ગયેલું છે.

આરોપી દીપક મોહનાણી અને પિતા ખૂબચંદન મોહનાણીની ધરપકડ

આખરે શા માટે નિર્દોષ લોકોની લાશો પર ધંધો કરવામાં આવે છે? પોલીસે ફેક્ટરીના માલિક દીપક મોહનાણી અને પિતા ખૂબચંદન મોહનાણીની ધરપકડ કરી લીધી છે. આરોપી દીપક આ પહેલા આઈપીએલની મોચમાં સટ્ટો રમાડતો હતો, આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે તો આ દીપકે ગરીબ પરિવારોના 21 દીપકનું બુઝાવી નાખ્યાં છે. આરોપી પાસે માત્ર ફટાકડા વેચાવનું જ લાયસન્સ હતું પરંતુ તેના પર તે ગેરકાયદે ફટાકડા બનાવી રહ્યો હતો.

આ પણ વાંચો: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટઃ મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલાયા

મૃતકોમાં 18 મજૂરો મધ્યપ્રદેશથી રોજગાર માટે ગુજરાત આવ્યાં હતા

આ સમગ્ર ઘટનામાં 21 લોકોનું મોત થયું છે, જેમાંથી 18 મજૂરો મધ્યપ્રદેશના હતા અને અહીં ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા હતાં. પરંતુ આ સફત તેમની અંતિમ સફર હશે તેમને ખબર નહીં હોય! તમામ મૃતકોનો પોલીસ બંદોબસ્ત સાથે મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યાં છે. સરકારે પણ આ પરિવારનો 4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ સામે મૃતકોના પરિવારજનોએ કહ્યું કે, શું આ રૂપિયાથી અમારૂં સ્વજન પાછું આવશે? નોંધનીય છે કે મૃતકનો પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ છવાયેલો છે.

આ પણ વાંચો: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, રાજ્ય સરકાર એક્શનમાં આવી, તપાસ માટે SITની રચના

શું અધિકારીઓએ આ મામલે યોગ્ય તપાસ નહીં કરી હોય?

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે આરોપીઓ સામે બીએનએસની ધારા 105 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 12 માર્ચે એસપી કાર્યાલયની એક ટીમે પરિસરનું નિરીક્ષણ કર્યું હતું પરંતુ તે સમયે કોઈ વિસ્ફોટક મળી આવ્યો ન હતો.’ મંત્રીના આ નિવેદન પર પ્રશ્ન એ થાય છે કે, એસપી કાર્યાલયની ટીમ દ્વારા જો નિરીક્ષણ કરવામાં આવ્યું તો શું અધિકારીઓએ લાયસન્સ છે કે નહીં તે બાબતે તપાસ નહીં કરી હોય? કે પછી અધિકારીઓની પણ આમાં મીલીભગત હશે? 21 લોકોના મોત માટે કોણ જવાબદાર? આવા અનેક પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button