બનાસકાંઠા

UPDATE: ડીસામાં ફટાકડા ફેકટરીમાં આગથી 17 શ્રમિકો જીવતા ભૂંજાયા

બનાસકાંઠાઃ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનામાં 17 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. અનેક શ્રમિકો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગના કારણે ફેક્ટરીનો સ્લેબ તૂટીને ધરાશાયી થયો હતો. જેના કારણે બચાવ કાર્યમાં અડચણ આવી હતી અને થોડીવાર માટે અફડાતફડી મચી હતી. મળતી જાણકારી મુજબ, ફેક્ટરીનું નામ દીપક ટ્રેડર્સ છે. અહીં ફટાકડા બનાવવાનું કામ થતું હતું. હાલ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. એસડીઆરએફની ટીમે પહોંચીને મૃતદેહ બહાર કાઢવાનું શરૂ કર્યુ હતું.

આ પણ વાંચો: ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું, 7 શ્રમિકોનાં મોત

સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રમિકો બે દિવસ પહેલા જ મજૂરી માટે આ્વ્યા હતા. તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી છે. તેમની ઓળખની કા્ર્યવાહી ચાલુ છે. બ્લાસ્ટની તીવ્રતા ખૂબ જ હતી. માનવ અંગો નજીકના ખેતરમાંથી પણ મળી આવ્યા હતા. ઉપરાંત સ્લેબનો કાટમાળ પણ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.

ફાયરવિભાગ દ્વારા હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેકટર નેહા પંચાલ, ડીસા ડી.વાય.એસ.પી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button